ગોધરા પાલિકાના વોર્ડ નં.7ના સભ્યએ કૌટુંબિક કારણથી રાજીનામું આપ્યું

ગોધરા, ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.7ના સભ્યએ કૌટુંબિક કારણોસર સભ્યપદેથી રાજીનામું આપ્યું અને રાજીનામું મંજુર કરવા અપીલ કરી.

ગોધરા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં.7 માંથી ચુંંટાઈ આવેલ મો.ફેસલ એ સુજેલા પોતાના કૌટુંબીક કારણોસર પાલિકા સભ્ય પદેથી રાજીનામું આપવા માંગતા હોય જેથી સભ્ય દ્વારા પાલિકા પ્રમુખને રાજીનામું લખીને રાજીનામું મંજુર કરવા આપીલ કરી છે. સભ્યપદ થી વોર્ડ નં.7ના સભ્યે રાજીનામું ધરી દેતાં વોર્ડ વિસ્તારના રહિશોમાં ચર્ચાનો વિષય બન્યો છે.