
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગુલામ નબી આઝાદે તેમના હિન્દુ ધર્મથી ધર્માંતરિત મુસ્લિમોવાળા નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે મેં જે કહ્યું હતું તેનો આખો વીડિયો રેકોર્ડ નથી કરાયો જેના લીધે ભ્રમ ફેલાયો છે. તેમનું કહેવું છે કે હું હિન્દુ-મુસ્લિમોના ઈતિહાસ વિશે બોલી રહ્યો હતો.
ગુલામ નબી આઝાદે કહ્યું કે ખરેખર તો હું હિન્દુ-મુસ્લિમોના ઈતિહાસ વિશે બોલી રહ્યો હતો. હું એ પણ બોલી રહ્યો હતો કે અમુક લોકો જે હંમેશા કહે છે કે મુસ્લિમો બહારથી આવ્યા છે જેનો હું હંમેશા તર્ક આપુ છું કે ખૂબ જ ઓછા મુસ્લિમો બહારથી આવ્યા છે. મોટાભાગના હિન્દુસ્તાની મુસ્લિમો છે. દુનિયામાં અને હિન્દુસ્તાનમાં ઈસ્લામ ક્યારેય તલવારના જોરે નથી આવ્યું પણ પ્રેમ, મોહબ્બત અને પૈગામના જોરે આવ્યું છે. દુર્ભાગ્યથી આ વસ્તુઓનું રેકોર્ડિંગ ન કરાયું.
પૂર્વ કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે મેં એ પણ જણાવ્યું હતું કે આપણા દેશમાં હિન્દુ ધર્મ જૂનો છે અને આ વાસ્તવિક્તા છે કેમ કે ઈસ્લામ ધર્મએ આપણા દેશમાં જન્મ નથી લીધો પણ અહીં ફેલાયો છે. જેમ કે દુનિયામાં ઈસ્લામ ધીમે ધીમે અનેક સદીઓમાં ફેલાયો. આ વાતને રેકોર્ડ નથી કરાઈ કે જ્યાં મેં કહ્યું કે જો ઈસ્લામ ધર્મને જોશો તો હઝરત આદમના જમાનાથી તેની શરૂઆત થઈ, તે પ્રથમ માનવી હતા, જેમને ખુદાએ પેદા કર્યા હતા. તેમના જમાનાથી અને દુનિયામાં કયામત સુધી ઈસ્લામ ધર્મ જીવંત રહેશે.