લુણાવાડા,
અરબી મહાસાગરમાં સર્જાયેલા તાઉ-તે વાવાઝોડાની પૂરોગામી તથા અનુગામી અસરને પગલે મહીસાગર જિલ્લામાં ભાવે પવન ફૂંકાવાની શકયતા તથા વરસાદ પડવાની શકયતાને ધ્યાને કોઇપણ પ્રકારના જાન-માલને નુકશાન ન થાય તે માટે જિલ્લાવ કલેકટર આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી-પોલીસ અને જિલ્લાા પંચાયત દ્વારા ખાસ કરીને કોવિડને સ્થિતિને ધ્યાને રાખીને આગોતરૂ સુચારૂ વ્યવસ્થાપન ઘડી કાઢવામાં આવ્યુંન હતું.
અરબી મહાસાગરમાં સર્જાયેલ તાઉ-તે વાવાઝોડાએ તા. ૧૬મીના રોજ રાત્રિના ૮-૦૦ વાગ્યા પછી ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારબાદ ગઇકાલે તા. ૧૮મીના રોજ સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં પવનની ગતિ મઘ્યમ રહેવા પામી હતી. પરંતુ મોડી સાંજના પવનની ગતિ મધ્ય મથી ૪૦ કિ.મી. સુધીની નોંધાવા પામી હતી. જયારે સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં હળવો વરસાદ ચાલુ રહેવા પામ્યો હતો. અને જિલ્લાનું સમગ્ર જનજીવન સામાન્યી અને પૂર્વવત રહેવા પામ્યું હતું.
મહીસાગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કારણે જિલ્લાના ચાર-પાંચ સ્થળોએ વૃક્ષો પડવાના બનાવ બનવા સિવાય કોઇ ખાસ બનાવ કે ઘટના બનવા પામી હોવાના સમાચાર પ્રાપ્ત થયેલ નથી. જિલ્લાના જે સ્થળોએ ઝાડ પડવાના બનાવો બનવા પામ્યા હતા. તે માર્ગો પરથી ગણતરીના સમયમાં જ વન વિભાગ અને માર્ગ-મકાન વિભાગ તેમજ પોલીસ તંત્રના સહયોગથી હટાવી દઇને અવર-જવર માટે ખુલ્લાં મૂકી દેવામાં આવ્યાા હતા. આ સિવાય બાકોર ખાતે વીજપુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. તેની જાણકારી મળતાં જ એમજીવીસીએલની કવીક રીસ્પોન્સ ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરીને વીજપુરવઠો યથાવત કરી દેવામાં આવ્યો હતો. આ સિવાય મહીસાગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના કારણે કોઇપણ પ્રકારની માલ-મિલકતને નુકશાન થયું હોવાના કે વીજળી પડવાની કે કોઇપણ પ્રકારની જાનહાનિ થવાના સમાચાર પ્રાપ્ત થયેલ નથી. કોઇ રસ્તાઓ બંધ થવા પામેલ હોવાની વિગતો પણ પ્રાપ્ત થયેલ નથી.
મહીસાગર જિલ્લામાં વીતેલા ચોવીસ કલાક દરમિયાન ૪૩૮ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. જેમાં સૌથી વધુ વિરપુર તાલુકામાં ૯૬ મી.મી. અને સૌથી ઓછો સંતરામપુર તાલુકામાં પ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે બાકીના લુણાવાડા તાલુકામાં ૬૫ મી.મી., ખાનપુર તાલુકામાં-૬૭ મી.મી., કડાણા તાલુકામાં-૬૭ મી.મી. અને બાલાસિનોર તાલુકામાં ૯ર મી.મી. વરસાદ નોંધાવા પામ્યો હતો.
જિલ્લા કલેકટર આર.બી.બારડના માર્ગદર્શન હેઠળ ઘડી કાઢવામાં આવેલ સુચારૂ વ્યવસ્થાપન અને વહીવટીતંત્રની ગતિશીલતાને કારણે મહીસાગર જિલ્લામાં કોઇ જાનહાનિ કે માલ-મિલ્કતને નુકશાન થવા પામેલ નથી અને જિલ્લાનું જનજીવન રાબેતા મુજબનું અને પૂર્વવત રહેવા પામ્યું હતું. મહીસાગર જિલ્લમાં તાઉ-તે વાવાડઝોડાના કારણે આમ ખાસ કોઇ અસર જોવા ન મળતા જિલ્લાના નાગરિકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.