કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારત-ચીન સરહદ વિવાદ અને મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી

  • ચીની સેના ભારતીય સીમામાં ઘૂસી ગઈ છે, જ્યારે સરકાર દાવો કરે છે કે અમારી એક ઈંચ પણ જમીન ગુમાવી નથી.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (rahul gandhi)લદ્દાખના પ્રવાસે છે. પેંગોંગ તળાવ પર, રાહુલે પિતા રાજીવ ગાંધીને તેમના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને તેમની યાદમાં આયોજિત પ્રાર્થના સભામાં હાજરી આપી. આ દરમિયાન રાહુલ ગાંધીએ ચીન સાથેના સીમા વિવાદ અને મોંઘવારીને લઈને મોદી સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોએ કહ્યું કે ચીની સેના ભારતીય સીમામાં ઘૂસી ગઈ છે, જ્યારે સરકાર દાવો કરે છે કે અમારી એક ઈંચ પણ જમીન ગુમાવી નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોની ચારાની જમીન લઈ લેવામાં આવી છે અને હવે તે ત્યાં જઈ શકે તેમ નથી. તેમણે કહ્યું કે લદ્દાખમાં ઘણી બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ અમે લોકોની વાત સાંભળીશું.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે લદ્દાખના લોકોને સરકાર સામે ઘણી ફરિયાદો છે. તેને જે દરજ્જો આપવામાં આવ્યો છે તેનાથી તે ખુશ નથી. લદ્દાખના લોકો પ્રતિનિધિત્વ ઈચ્છે છે. અહીં બેરોજગારી ચરમસીમાએ છે. લોકો કહી રહ્યા છે કે રાજ્ય નોકરશાહી દ્વારા નહીં પરંતુ જનતાના અવાજથી ચાલવું જોઈએ.

પિતા રાજીવ ગાંધીને યાદ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે મારા પિતા મારા મહાન શિક્ષકોમાંના એક હતા. ભારત જોડો યાત્રા દરમિયાન, હું લદ્દાખની મુલાકાત લેવા માંગતો હતો, પરંતુ કેટલાક કારણોસર તે શક્ય ન બન્યું.

આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ દિલ્હીમાં ‘વીર ભૂમિ’ જઈને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર એકવાર ફરીથી સવાલ ઉઠાવ્યા છે. લેહના પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીએ પેંગોંગમાં પિતા અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને પછી કહ્યું કે ચીનની સેના ભારતની સરહદમાં ઘૂસી આવી છે. પોતાના આ દાવાના સમર્થનમાં રાહુલ ગાંધીએ ત્યાંના લોકોનું નામ લેતા કહ્યું કે આ લોકો તમને બધુ જણાવી દેશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત સાચી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજાથ સિંહ અનેકવાર જાહેર મંચથી દેશને ભરોસો અપાવી ચૂક્યા છે કે દેશની સરહદ આપણા સુરક્ષાદળોના હાથમાં સુરક્ષિત છે અને કોઈ પણ આપણા દેશની એક ઈંચ જમીન ઉપર પણ કબજો જમાવી શકે તેમ નથી.

અત્રે જણાવવાનું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદ મુદ્દે એકવાર ફરીથી કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ લદાખમાં કહ્યું કે અહીંના લોકોએ જણાવ્યું છે કે લદાખમાં ચીની સીમા ઘૂસી આવી છે અને તેમણે આપણી જમીન છીનવી લીધી છે. આ નિવેદન આપીને રાહુલ ગાંધીએ સરકારને ઘેરવાની કોશિશ કરી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ લદાખમાં છે. ત્યાં રાહુલ ગાંધી બાઈક રાઈડિંગ કરતા જોવા મળ્યા. રાહુલ ગાંધીએ આ દરમિયાન સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીનું કહેવું છે કે લદાખના લોકોનું કહેવું છે કે ચીનની સેનાએ આપણી જમીન પર કબજો કર્યો છે.

રાહુલ ગાંધીના આ આરોપો પર ભાજપે પણ પલટવાર કર્યો છે. ભાજપના નેતા રવિન્દ્ર રૈનાએ કહ્યું કે કોઈનામાં પણ ભારતની જમીન છીનવવાનો દમ નથી. દેશ વિરુદ્ધ રાહુલ ગાંધી ષડયંત્ર રચી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધી જવાનોનું મનોબળ તોડી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસ એ છે જેણે હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો આપ્યો હતો અને ચીનને ૪૫ હજાર સ્ક્વેર કિલોમીટર જમીન આપી દીધી હતી.

બીજી બાજુ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે કહ્યું કે ચીને ભારતની જમીન પર કબજો જમાવ્યો છે અને તેના પુરાવા પણ સામે આવ્યા છે. જો રક્ષામંત્રી અને પ્રધાનમંત્રી તેને સ્વીકારતા ના હોય તો લાગે છે કે આ ભારતમાતા સાથે અન્યાય છે. રાહુલ ગાંધી જો કઈ કહેતા હોય તો તેઓ સમજી વિચારીને કહેતા હોય છે.

નોંધનીય છે કે વર્ષ ૨૦૨૦માં પૂર્વ લદાખમાં ચીની સેનાએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. ૧૫-૧૬ જૂનની રાતે બંને તરફથી સૈનિકોમાં લોહિયાળ ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેનાના એક કમાન્ડર સહિત ૨૦ સૈનિકો શહીદ થયા હતા. આ ઉપરાંત તેમાં ૪૦થી વધુ ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. ગલવાનની ઘટના બાદથી એલએસી પર તણાવ છે. સરહદ પર તૈનાતી વધારી દેવાઈ છે. બંને દેશો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જો કે સ્થિતિ હજુ પણ સામાન્ય નથી.