ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી ચંદન ચોરીનો પર્દાફાશ, કામરેજમાં ૩૫ લાખનું ચંદન જપ્ત

આપણે મોટાભાગે ફિલ્મોમાં ચંદનની ચોરી અંગે જોયુ હશે કે સાંભળ્યુ હશે. પરંતુ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી ચંદન ચોરીનો પર્દાફાશ થયો છે. સુરતના કામરેજના ‘વીરપ્પન’ વિમલ મહેતાને ત્યાંથી 35 લાખનું ચંદન જપ્ત કરાયુ છે.

નેત્રંગની ફોરેસ્ટ વિભાગની ટીમે વિમલ મહેતાના ઘરે દરોડા પાડી ચંદનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર કામરેજ અને ભરૂચ જિલ્લાના રૂંધા ગામેથી મળ્યો ચંદનનો જથ્થો ઝડપાયો છે. આરોપી ખેડૂતો પાસેથી ઓછા ભાવે ચંદન ખરીદી સંગ્રહ કરતો હોવાનું જાણવા મળ્યુ છે. વિમલ મહેતા ચંદનચોરો સાથે સંપર્ક વધારી વેપાર કરતો હતો.