વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારને છાવરવામાં કોને રસ…?

પ્રતીકાત્મક તસ્વીર
ભ્રષ્ટાચારમાં વગોવાયલી મનરેગા કોરોના કાળમાં શ્રમિકોને તારણ હાર થશે ખરી

વેજલપુર,
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગામાં અનેક કામો ભ્રષ્ટાચારની બુમો ઉઠી છે. ત્યારે વાત કરીએ તો કાલોલ તાલુકાની મોટી ગ્રામ પંચાયત એટલે વેજલપુર ગ્રામ પંચાયત હોવા છતાં વેજલપુર ગામમાં મનરેગાના કામોમાં માત્ર કાગળ ઉપર બતાવીને અનેક વિસ્તારના કામોમાં ભ્રષ્ટાચાર આચરીને અનેક અધિકારીઓએ પોતાના વિકાસના કાર્યો કર્યા હોય તેવા અનેક વિસ્તારના કામો માત્રને માત્ર કાગળ ઉપર બતાવીને વેજલપુર ગામની ભોળી જનતાને આવા ભ્રષ્ટ અધિકારીઓએ મૂર્ખ બનાવીને લાખો રૂપિયા બનાવી લીધા હોય તેમ લાગી રહ્યું છે.

ઉપલા અધિકારીઓના આશીર્વાદ થી વેજલપુર ગામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કેમ હાથ ધરવામાં આવતી નથી શું આવા અધિકારીઓને ગુલાબી નોટો નો પ્રસાદ મલી જાય છે કે, રાજનીતિ ઓના બાણમાં આવી જાય છે. તેવા અનેક પ્રકારના સવાલો ગ્રામજનોમાં ઉઠવા પ્રામ્યો છે. વેજલપુર ગામમા મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર)ગેરંટી યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો એહવાલ પંચમહાલ સમાચારમાં પ્રસિદ્ધ થતા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો અને આ કૌભાંડ ને છુપાવવા માટે તાત્કાલીક કેટલીક એન્ટ્રીઓ રદ કરી નાખી છે. બીજી તરફ આ કૌભાંડમાં સંકળાયેલા તેમજ બિનસરકારી (રાજકીય) લોકો પોતાનો ચેહરો બચાવવા માટે રાજકીય સ્તરે ઉધામાં શરૂ કરી દીધા હોય તેમ લાગી રહયું છે. તેથી આ અંગે ઊંડી અને તટસ તપાસ થાય તેવી લોક માંગ ઉઠી છે.

રિપોર્ટર : નૂરબાલા