વલસાડમાં નવી કારોની ચોરી કરનારા માસ્ટર માઈન્ડ ગેંગના બે આરોપી સકંજામાં

વલસાડમાં નવી XUV કારની ચોરી કરનારા બે શખ્સો ઉમરગામ પોલીસના સકંજામાં આવી ગયા છે. પોલીસે બે આરોપીની પૂણા પાસેથી કાર સાથે ધરપકડ કરી હતી. શોરૂમમાં પાર્ક કરેલી કારની ચોરી કરવામાં માસ્ટર માઈન્ડ ગેંગના બે આરોપી ઝડપાયા છે. ઉમરગામના સંજાણમાં આવેલા શોરૂમમાંથી આરોપીઓએ XUV કારની ચોરી કરી હતી.

કારની ચોરી કરનારા શખ્સો CCTVમાં કેદ થયા હતા. જ્યાં પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી હતી. હજી કાર ચોરીમાં વધુ લોકોની સંડોવણી હોવાથી પોલીસે વધુ તપાસ તેજ કરી છે.

તો બીજી તરફ સુરતમાંથી મોંઘાદાટ નળની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ સિરામિકની દુકાનમાંથી હાર્ડવેરના સામાનની ચોરી કરતી. દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. રાંદેર પોલીસે મોંઘા નળની ચોરી કરતી ગેંગના 4 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો કુલ રૂ.1.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો.