તાઉ તે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાના માલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓને ફરજના સ્થળે હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો.
આજરોજ તાઉ તે વાવાઝોડાની અસર હેઠળ પંચમહાલ જીલ્લામાં વહેલી સવાર થી વરસાદ પડી રહ્યો હતો. સાથે ભારે પવન ફુંકાવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી હતી. તેવા સમયે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પંચાયત કચેરીમાં નશામાં ચકચુર થઈને સુઈ ગયા હોય તેવી ચર્ચા ગ્રામજનોમાં જોવા મળી હતી. જવાબદાર કર્મચારી નશામાં ચુર બનીને આપતિના સમયે ફરજનું ભાન ભુલ્યા હતા.