
મથુરા, ધાર્મિક માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણની જન્મ આ તિથિને રોહિણી નક્ષત્ર, વૃષ રાશિમાં થયો હતો. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી ૬ સપ્ટેમ્બરને મનાવવામાં આવશે. વ્રજમાં ભવ્ય જન્માષ્ટમીને લઈને તૈયારીઓ શરુ થઈ ચુકી છે. તેને લઈને બજારમાં રોનક જોવા મળી છે.
વ્રજની બજારોમાં કૃષ્ણના આભૂષણની વિવિધતા પણ હ્દયસ્પર્શી છે. મુકુટ, હાર, કાનની વાળીઓ અને કડા જેવા આભૂષણ જન્માષ્ટમીના ઉત્સવની રોનક વધારી રહ્યા છે. આ આભૂષણ ભક્તોને પ્રિય કાન્હા પ્રત્યેની શ્રદ્ધાભાવના પ્રકટ કરે છે.
આ વર્ષે મોતીઓથી બનેલા હિંડોળા, પોશાક અને આભૂષણ લોકોની પ્રથમ પસંદ બનેલા છે. ખાસ કરીને મોતીઓથી બનેલા અલગ અલગ હિંડોળાની બજારમાં ખૂબ માગ છે.
વ્રજમાં કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓને લઈને લોકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના તહેવાર વ્રજમાં સૌથી મોટો અને ધૂમધામથી મનાવાય છે. એક વેપારીએ એવું પણ કહ્યું કે, કોવિડ બાદ આ પહેલી વાર છે, જ્યારે લોકોમાં આટલો ઉત્સાહ જન્માષ્ટમીથી એક મહિના પહેલા જોવા મળી રહ્યો છે.