Surat : સુરતમાં સચિન પોલીસ મથક (Sachin Police Station) વિસ્તારમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર એક આરોપીને 20 વર્ષની સજા (punishment) ફટકારવામાં આવી છે. આરોપી અબ્દુલ મધીને 20 વર્ષની સખત કેદની (Imprisonment) સજા સંભળાવવામાં આવી છે. આરોપીને 20 વર્ષની સજા સાથે 5 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. તો ભોગ બનનાર કિશોરીને વળતર પેટે 45 હજાર રુપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ કેસની મહત્વની વાત એ છે કે મામલાની ગંભીરતા લઇ સચિન પોલીસે તાત્કાલિક તપાસ હાથધરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ 25 દિવસમાં કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી. જે મામલે કેસ ચલાવામાં આવ્યો હતો.
ઘટના કઇક એવી છે કે આરોપી 8 ઓક્ટોબર 2022ના રોજ સવારે નોકરી કરવા ઘરેથી નીકળેલી સગીરાને રિક્ષામાં બેસાડી હતી. ત્યારબાદ રિક્ષાને સચિન વિસ્તારમાં આવેલી મુલ્લા ડાઇંગ મિલ પાસે મૂકીને સગીરા સાથે ભાગી છૂટ્યો હતો. અબ્દુલે સગીરાને એસટી બસ મારફતે અમદાવાદ લઇ ગયો હતો. ત્યાંથી સગીરાને અજમેર લઇ જતા દરમિયાન ચાલુ લક્ઝરી બસમાં શરીર સંબંધ બાંધ્યો હતો.
સગીરાને અજમે૨થી દહાણુ નજીકના બોરડી ગામે અબ્દુલ પોતાની સાળીના ઘરે પણ લઇ ગયો હતો. આ રીતે સતત છ દિવસ સુધી તેણીની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધીને અધમ કૃત્ય આચર્યુ હતું. બીજી તરફ સગીરાના પરિવારને અબ્દુલ મધી દુષ્કર્મના ઇરાદે સગીરાનું અપહરણ કરી ગયો હોવાની જાણ થઇ હતી. તેથી પરિવારે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મામલાની ગંભીરતા લઇ સચિન પોલીસે તાત્કાલિક તપાસ હાથધરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ 25 દિવસમાં કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી. જે મામલે કેસ ચલાવામાં આવ્યો હતો. હવે અંતે આરોપીને 20 વર્ષની સજા સાથે 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તથા ભોગ બનનાર સગીરાને વળતર પેટે 45 હજાર રૂપિયા ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.