મુંબઇ : પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કની ‘સોના’ રેસ્ટોરાંમાંથી તેનું રોકાણ પાછું ખેંચી લીધું છે. હવે પ્રિયંકાના ભાગીદાર એકલા હાથે આ રેસ્ટોરાં ચલાવશે.
પ્રિયંકાએ રેસ્ટોરન્ટમાંથી છુટી પડવા વિશે કોઇ સત્તાવાર ઘોષણા કરી નથી. જોકે, તેની ટીમ દ્વારા પ્રિયંકાએ આ રેસ્ટોરાં બિઝનેસમાંથી પોતાનો હિસ્સો વેચી નાખ્યો હોવાનું કન્ફર્મ કર્યું હતું.
પ્રિયંકા આ રેસ્ટોરાંનું રોજેરોજનું કામ જોતી ન હતી. પરંતુ, તેનું નામ જોડાયેલું હોવાથી આ રેસ્ટોરાં ન્યૂયોર્કના ભારતીયો ઉપરાંત ભારતથી ત્યાં જતા સેલિબ્રિટીઓમાં બહુ લોકપ્રિય હતું.
પ્રિયંકા એક હેર કેર અને કોસ્મેટિક્સ બ્રાન્ડ, એક ઓનલાઈન શોપિંગ કંપની વગેરેમાં પણ રોકાણો ધરાવે છે અને આ રોકાણોમાં હાલ કોઈ ફેરફાર થયો નથી.