દાહોદ જીલ્લાના પીપલોદ પોલીસે વાહનચોરને ઝડપી ગાંધીનગર તેમજ પાટણ જીલ્લાના 4 જેટલાં વણઉકેલ્યા ગુનાને શોધી કાઢ્યા

  • દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી ચોરીની બાઈક સાથે વાહન ચોર ઝડપાયો.

દાહોદ,ગાંધીનગર જીલ્લાના અડાલજ તેમજ પાટણ જીલ્લામાં ત્રણ જેટલી ચોરીઓમાં સંડોવાયેલા તેમજ નાસતા ફરતા વાહન ચોરને પિપલોદ પોલીસે ચોરીની મોપેડ ગાડી સાથે ઝડપી જેલ ભેગો કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકના પી.એસ.આઇ જી.બી પરમારને વાતમી મળી હતી કે, એક ચોરીની મોપેડ ગાડી સાથે ટસ્કર ભથવાડા ટોલનાકા પરથી પસાર થવાનો છે. તેવી બાતમીના આધારે પિપલોદ પોલીસ મથકના પીએસઆઇ તેમજ પોલીસના જવાનો ભથવાડા ટોલનાકા પર વોચ ગોઠવી વાહન ચેકિંગમાં ઊભા હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ વ્યક્તિ મોપેડ ગાડી સાથે આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા તે પાટણ જીલ્લાના ધીમટો ખેજડાનો પાડો ગામના રહેવાસી દીપેન કુમાર નિર્મળભાઈ શાહ હોવાનું જણાવ્યું હતું. અને તેની પાસેથી મળી આવેલી મોપેડ ગાડીની તપાસ કરતા તે ગાડી ગાંધીનગર જીલ્લાના અડાલજ પોલીસ પથક વિસ્તારમાં આવેલા ક્ધટેનર બ્રિજ પાસેથી ચોરીની હોવાનું કબુલાત કરી હતી. જે બાદ પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા પકડાયેલા વાહન ચોરે આ અગાઉ પણ પાટણ જીલ્લામાં એ ડિવિઝન પોલીસ મથકમાં બે તેમજ બી ડિવિઝન પોલીસ મથકમાં એક ચોરીની ઘટનાને અંજામ આપી હોવાનું ખુલાસો થયો હતો.

આમ કતવારા પોલીસ મથકના પી.એસ.આઇ. જી.બી પરમારે ચોરીની મોપેડ ગાડી સાથે નાસ્તા ફરતા તસ્કરને પકડી ચાર અનડિટેક ગુનાઓને ડિટેક્ટ કરવામાં સફળતા સાંપડી છે.