ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નું પોસ્ટર લોન્ચ કરાયું

દાહોદ, વિજ્ઞાન ગુર્જરી દ્વારા “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023” અંતર્ગત તા.10 ઓગસ્ટ 2023, એક જ દિવસમાં જુદા જુદા સમયે આખા ગુજરાતમાં 337 તજજ્ઞો દ્વારા 35000 સ્ટુડન્ટસને સ્વદેશી વિજ્ઞાન તેમજ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં રેકોર્ડ નોંધાયો છે. જે અંતર્ગત જીલ્લા કોર્ડીનેટર કે.ડી.લીમ્બાચીયા અને ઝોન કોર્ડીનેટર ગોધરાના પંકજભાઈ દરજીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદ હસ્તે સર્ટિફિકેટ અને મેડલ આઇઆઇટી ગાંધીનગર ખાતે એનાયત કરવામાં આવ્યો. ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા વિદ્યાર્થી વિજ્ઞાન મંથનનું બ્રોસર અને ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નું પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવેલ. જીલ્લા ઇનોવેશન ક્લબનું પણ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સચિવ પ્રવીણજી, ગુજરાતપ્રાંત વિજ્ઞાન ગુર્જરીના અધ્યક્ષ પ્રોફેસર ચૈતન્ય જોશી અને સહ સચિવ જીગ્નેશ બોરીસાગર ઉપસ્થિત રહ્યા હતા.