મુંબઇ, હજારો ગાડીઓનો કાફલો.લાખો લોકોની ભીડ અને એલ્વિશ યાદવની એક ઝલક મેળવવા માટે બેકાબુ ફેન્સ. આવો જ ઠાઠ છે ૨૫ વર્ષના યૂ ટ્યુબર એલ્વિશ યાદવનો. સલમાન ખાનના શો બિગ બોસ ઓટીટી ૨ને જીત્યા બાદ જ્યારે એલ્વિશ પોતાના ઘરે પહોંચ્યાં ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.એલ્વિશ આર્મીએ સેલિબ્રિટી બની ચુકેલા પોતાના સ્ટાર માટે રસ્તા પર હજારો ગાડીઓ ઉતારી દીધી હતી.
બિગ બોસના ઘરમાંથી નીકળતા જ એલ્વિશ આર્મીએ પુરી સિસ્ટમ હલાવી નાખી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યોં છે જેમાં એલ્વિશ યાદવના સ્વાગત માટે ગુજરાતથી ૧૦૦૧ ગાડીઓનો કાફલો નીકળ્યો હતો. એલ્વિશ આર્મીએ તેમનું સ્વાગત કર્યું હતું.
એલ્વિશ યાદવના બિગ બોસ ઓટીટી ૨ના વિનર બન્યા બાદ તેમની ટીમે એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં લાખોની સંખ્યામાં એલ્વિશ આર્મી સામેલ થઇ હતી. સ્ટાર બની ચુકેલા એલ્વિશ યાદવના ફેન્સ તેની માટે આર્મીની જેમ ઉભા રહે છે.
આ પહેલા બિગ બોસની ફાઇનલના દિવસે પણ એલ્વિશને વોટ કરવા માટે અને વિનર બનાવવા માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં લાખો લોકની ભીડ સામેલ થઇ હતી. એલ્વિશ આર્મીએ પોતાના હીરોને વિનર બનાવવા માટે વોટિંગ કર્યું હતું.
વિનર બન્યા બાદ એલ્વિશ યાદવે કહ્યું કે તેમણે જિયોની ટીમના હેડે જણાવ્યું કે અંતિમ ૧૫ મિનિટમાં તેના માટે ૨૮૦ મિલિયન વોટિંગ કરવામાં આવી છે. એલ્વિશે તેની માટે પોતાની ટીમનો આભાર માન્યો હતો અને લાખો ફેન્સને થેક્ધ્યૂ કહ્યું હતું.