સંજેલીમાં શનિવારના દુકાનો બંધને સારો પ્રતિસાદ સાંપડ્યો

સંજેલીમાં ધંધા-રોજગાર નો સમય સવારના 6 વાગ્યે થી 4 વાગ્યા સુધીની અવધિમાં ચાર  પછી સંપૂર્ણ બંધ
 જિલ્લા કલેકટરના આદેશનું ચુસ્તપણે નિર્દેશનું પાલન કરતા વેપારીઓ-ગ્રામજનો

કોરોના નામક બીમારી દિનપ્રતિદિન ઘાતક સ્વરૂપ ધારણ કરે છે કોરોના વાઇરસ બીમારી ગ્રામ્ય વિસ્તારોમાં પગપેસારો કર્યો છે ત્યારે સંજેલી તાલુકામાં  કોરોનાને નાથવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો જેમાં સોમવારથી શુક્રવાર સુધી સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી દુકાનો રાબેતા મુજબ ખુલ્લા રહે છે અને 4 વાગ્યા પછી દુકાનો સજ્જડ બંધ પાળે છે રાત્રીના 8થી સવારના 6 સુધી કરફ્યુ ઘોષિત કરવામાં આવ્યું હતું તેમજ શનિ-રવિ એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ દ્વારા શનિ-રવિવાર ને દિવસે દુકાનો બંધ પાળી તંત્રને સહિયારો સાથ આપ્યો હતો  વહીવટી તંત્રના નિર્દેશનું ચુસ્તપણે પાલન કરતા સંજેલીના વેપારીઓ તેમજ ગ્રામજનો કડક અમલવારી કરવામાં આવી હતી નિયમ ભંગ બદલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા દુકાનો સિલ મારવાના કેસો પણ બન્યા હતા જેમાં વેપારીમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો વહીવટી તંત્ર દ્વારા આગ્રહ સાથે વેપારીઓને નિયમનું ચુસ્તપણે પાલન કરવા સતત અનુરોધ કરવામાં આવતા હતું તેનું સ્ટીક પરિણામ સાંપડ્યું હતું


ફરહાન પટેલ સંજેલી