
- આજુબાજુ ના વિસ્તારના રહીશો દ્વારા તાત્કાલિક 108 ને બોલાવી મહિલાને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાઈ.
ઝાલોદ, ઝાલોદ નગરના કોળીવાડા વિસ્તારમાં તારીખ 16-08-2023 ના રોજ અંદાજીત રાત્રીના 10 વાગ્યાની આસપાસ એક કાચા મકાનની દિવાલ ઘસી નીચે પડી ગઈ હતી. જે મકાનની દિવાલ પડી ગયેલ હતી તે મકાન કાચું હતું. રાત્રિના સમય દરમ્યાન દિવાલ પડી તે સમયે એક મહિલા મકાનની અંદર હતી અને તે દિવાલ તે મહિલા ઉપર પડી ગયેલ હતી.
મહિલા પર દિવાલ પડતાં ત્યાં રહેનાર લોકોમાં ચીસાચીસ થઈ ગયેલ હતી. તેથી તાત્કાલિક આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા અને દીવાલની નીચે દબાઇ ગયેલ મહિલાને તાત્કાલિક કાઢી લેવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ પણ સમયસર ત્યાં આવી ગયેલ હોવાથી ઘાયલ મહિલાને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતી. હોસ્પિટલમાં હાજર સ્ટાફ દ્વારા ઘાયલ મહિલાની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. હાલ ઘાયલ થયેલ મહિલાની પરિસ્થિતિ સારી હોવાનુ સાંભળવા મળેલ છે.
અત્રે એ નોંધનીય છે કે, જે મકાનની દિવાલ પડી ગયેલ હતી. તે મકાન જૂનું અને કાચી અવસ્થામાં કેટલાય સમયથી જોવા મળી રહેલ હતું. પરંતુ દિવાલ કેવી રીતે પડી ગઈ એ વાતને લઈ કોઈ વાતો જાણવા મળી રહેલ નથી અને જે દિવાલ પડી ગઈ હતી તે કેવી રીતે પડી તે તપાસનો વિષય છે. આ મકાનની દિવાલ પડતાં કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી અને મકાનમાં રહેતા લોકોનો આબાદ બચાવ થયેલ હતો. હાલ જાણવા મળેલ મુજબ મકાનની દિવાલ ધરાશાયી થયેલ હોવાથી મકાનનો કાટમાળ સાથે પડી ગયેલ જોવા મળી રહેલ છે.