હાલોલ, હાલોલ તાલુકાના દડીયાપુરા ગામે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે રેઈડ કરી 6 જુગારીયાને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના દડીયાપુરા ગામે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન હર્ષદ વિક્રમભાઈ પરમાર, મનોજ કાનજીભાઇ પરમાર, મુકેશ રમેશભાઈ પરમાર, અક્ષયકુમાર રમેશકુમાર પરમાર, રણજીતસિંહ વિક્રમસિંહ પરમાર, અજય પ્રભાતભાઈ પરમારને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂપીયા 3840/-મુદ્દામાલ જપ્ત કરી હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.