સંંતરામપુર થી સાંગાવાડા સુધીનો ત્રણ મહિના પહેલા બનેલ રસ્તો પહેલા વરસાદમાં ધોવાયો

સંતરામપુર, સંંતરામપુર થી સાંગાવાડા સુધીના રસ્તાની કામગીરી ચોમાસાની સીજન પહેલા બનાવવામાં આવ્યો હતો. પરંતુ રસ્તાના કામમાં હલ્કી ગુણવતાના મટીરીયલ્સનો ઉપયોગ કરાયો હોવાથી ચોમાસાના પહેલા વરસાદમાં રસ્તો ધોવાતા કોન્ટ્રાકટર અને તંત્ર સામે અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.

સંતરામપુર થી સાંગાવાડા સુધીના રસ્તાની કામગીરી સ્ટેટ આર એન્ડ બી દ્વારા ત્રણ મહિના પહેલા વરસાદમાંં રસ્તો બનાવવામાં આચરેલ ગેરરીતિ સામે આવી છે. પહેલા વરસાદમાં હલ્કી ગુણવતાનું મટીરીયલ્સનો ઉપયોગ કરેલ હોવાથી પ્રતાપપુરા વળાંક પાસેનો રોડ બેસી ગયા છે. જેને લઈ રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો ભારે હાલાકી વેઠવી પડે છે. ત્રણ મહિના પહેલા લાખો રૂપીયાના ખર્ચે લોકોની સુવિધા માટે બનેલ રોડ ધોવાઈ જતાંં રોડ ઉપર ખાડાની પોલને છાવરવા માટે કાકરા ભરીને પુરવામાં આવ્યા છે. સંતરામપુર આર એન્ડ બી સ્ટેટ વિભાગના કોન્ટ્રાકટર દ્વારા હલ્કી ગુણવત્તાની કામગીરીને લઈ તપાસ કરી કાર્યવાહી થાય તે જરૂરી છે.