હાલોલ, હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામે 21 વર્ષીય યુવાન કુવા પાસે ધાસ કાપતો હોય તે કોઈ કારણોસર કુવામાં પડી જતાં પાણીમાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના નવા ઢીંંકવા ગામે રહેતા કમલેશ વજેસીંગભાઈ હરીજન ઉ.વ.21 16 ઓગસ્ટના રોજ કુવા પાસે ધાસ કાપતા હતા. જે કોઈ કારણોસર કુવામાં પડી ગયા હતા અને કુવાના પાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.