- કાશ્મીરના દરેક જિલ્લામાં ધામધૂમથી સ્વતંત્રથા દિવસ મનાવવામાં આવ્યો.
નવીદિલ્હી, દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી દેશની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શાહ ફૈઝસે ટ્વિટ કરીને લખ્યું કેે કાશ્મીરમાં કંઈક અભૂતપૂર્વ થઈ રહ્યું છે. મેં અત્યાર સુધી મારા જીવનમાં આવી કોઈ વસ્તુ જોઈ નથી અને અમારામાંથી કોઈએ નથી જોયું.લોકોએ ૧૫ ઓગસ્ટ ઉત્સાહ સાથે મનાવ્યો હતો જે પહેલા ફક્ત ઈદ જેવા મુખ્ય તહેવારો પર જોવા મળતું હતું. કાશ્મીરે ગર્વ અને ખુશીની સાથે ભારતને અપનાવી લીધું છે.
શ્રીનગર શહેરના ૧૫ લાખ લોકો માટે આ એક આશ્ર્ચર્ય હતું, કેમ કે તેમને કોઈ તાર કે બેરિકેડ ન મળ્યું જે કશ્મીરમાં સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલું હતું.
રાષ્ટ્રીય ધ્વજને લઈને તમામ ઉંમરના પુરુષ અને મહિલાઓ બખ્શી સ્ટેડિયમના સ્ટેન્ડમાં હાજર હતા. જ્યારે મોટી સંખ્યામાં બાળકો પણ દેખાઈ રહ્યા હતા. ૨૦૦૩ બાદથી સ્વતંત્રતા દિવસ સમારંભ માટે સ્ટેડિયમમાં નાગરિકો મોટી સંખ્યામાં હાજર હતા. લગભગ ૨૦,૦૦૦ લોકોએ પરેડમાં ભાગ લીધો હતો. સમગ્ર માહોલ ઉત્સાહપૂર્ણ હતો. તો વળી કેટલાય લોકોએ આ અવસરને યાદગાર બનાવવા માટે સ્ટેન્ડમાં સેલ્ફી પણ લીધી હતી. ધ્વજારોહણ સમારંભ માટે શહેરની કેટલીય સ્કૂલ સવારમાં વહેલા ખુલી ગઈ હતી. જ્યારે લાલ ચોક સહિત શહેરના અમુક વિસ્તારોમાં દુકાનો પણ ખુલી હતી. જે છેલ્લા ૩૩ વર્ષોમાં એક અલગ બદલાવ હતો.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કર્યા હતા પણ શહેરના મોટા ભાગના વિસ્તારમાં વાહનવ્યવહાર સ્વતંત્ર રીતે ચાલી રહ્યો હતો. હજી હમણાં સુધી કાશ્મીર ખીણમાં કોઈ પણ પરિવારે ૧૫ ઓગસ્ટની નજીક લગ્ન યોજવાની કલ્પના કરી ન હતી, જે તારીખ ૧૯૯૦ થી અલગતાવાદી કેલેન્ડરમાં કાળો દિવસ તરીકે ચિહ્નિત થયો હતો, પરંતુ ત્રણ દાયકાના સંઘર્ષમાં પ્રથમ વખત, કાશ્મીર ખીણમાં નિકાહ, વાલીમા અને અન્ય પારિવારિક ઉજવણીનો સમય શરુ થયો છે.કાશ્મીરના અખબારના અહેવાલ મુજબ કાશ્મીર ઘાટીમાં ૧૪ અને ૧૫ ઓગસ્ટની આસપાસ લગ્નના અનેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અખબારને મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચારુરા વિસ્તારના સુસયારના રહેવાસી સજ્જાદ અહેમદ ડારે કહ્યું, “સ્થિતિ શાંતિપૂર્ણ હોવાથી, અમે પિતરાઈ ભાઈના લગ્ન ૧૪ અને ૧૫ ઓગસ્ટના રોજ રાખવાનું નક્કી કર્યું અને અલ્લાહનો આભાર માનીએ કે બધું આસાનીથી થયું.” ડારે કહ્યું કે આ દિવસે તેમના વિસ્તારમાં ઓછામાં ઓછા ચાર લગ્ન સમારંભો થયા હતા.
કાશ્મીરમાં શાંતિની પુન:સ્થાપના અને મૂડમાં બદલાવ વચ્ચે ઘણા લોકો ૧૫ ઓગસ્ટની આસપાસ તેમના પરિવારો સાથે દિવસ પસાર કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં પણ ગયા હતા. પહલગામ, દૂધપથરી અને ગુલમર્ગ જેવા વિવિધ આરોગ્ય રિસોર્ટ ૧૫ ઓગસ્ટ (મંગળવારે) લોકોથી ભરાઈ ગયા હતા. લશ્કરી નિયંત્રણ રેખા પર સ્થિત, કેરન, જે ભૂતિયા સ્થળો તરીકે કુખ્યાત હતું, તે આ દિવસોમાં સ્થાનિકો અને બહારના લોકો માટે એક નવું હોટસ્પોટ બની ગયું છે.
૯૦ ના દાયકાની શરૂઆતમાં આતંકવાદ ફાટી નીકળ્યા પછી પ્રથમ વખત, શ્રીનગરમાં ૭૭મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મંગળવારે લોકોની મોટા પાયે ભાગીદારી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે હજારો કાશ્મીરીઓ શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. સ્ટેડિયમની બહાર લોકોની લાંબી ક્તારો જોવા મળી હતી. જશ્ર્ન-એ-આઝાદીમાં ભાગ લેવાનો લોકોમાં જુસ્સો જોવા મળ્યો હતો.
સત્તાવાળાઓએ આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખીને અગાઉ લોકો પર લાદેલા નિયંત્રણો હળવા કર્યા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નિકળ્યા હતા. શ્રીનગરના ૧૫ લાખ રહેવાસીઓને આ નવાઇ પમાડે તેમ હતું કે તેમને કોઇ કાંટાની વાડ અથવા અવરોધકો જોવા મળ્યા ન હતા. તેઓએ કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર મુકવામાં આવતા કાંટાળી વાડ અથવા બેરિકેડ ગઇ કાલે જોયા ન હતા. આવી સ્થિતિમાં બાળકોથી લઈને વૃદ્ધો રાષ્ટ્રધ્વજ લઈને બક્ષી સ્ટેડિયમ પહોંચ્યા હતા.
૨૦૦૩ પછી આ પ્રથમ વખત છે જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સ્ટેડિયમમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ૨૦૦૩માં અંદાજિત ૨૦,૦૦૦ લોકોએ પરેડ નિહાળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ ૧૦,૦૦૦ લોકો સમારોહના સાક્ષી બનવા માટે આવ્યા હતા. આ પ્રસંગે લોકો ખુશ દેખાતા હતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. રાષ્ટ્રધ્વજ સમારોહ માટે શહેરની ઘણી શાળાઓ વહેલી સવારે ખુલી હતી જ્યારે દુકાનો પણ ખુલ્લી જોવા મળી હતી.