
નોઈડા: સીમા હૈદર અને સચિન મીણા. આ બંને નામ છેલ્લા કેટલાક મહિનાથી આપ સતત સાંભળતા આવ્યા હશો. તેની લવ સ્ટોરી હાલમાં કોઈના છુપાયેલી નથી. ગ્રેટર નોઈડાના રબૂપુરા ગામમાં રહેતા સચિનને લઈને તેની પાડોશી અનેક વાતો કરી રહ્યા છે. કેટલાય તેમની સાથે છે, તો અમુક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. આવી જ રીતે સચિનની એક પાડોશી છે મિથિલેશ ભાટી. આ આન્ટી એ જ છે જેણે સચિનને લપ્પૂ અને ઝીંગુર કહ્યો હતો. હવે સીમા હૈદરના વકીલ એપી સિંહે મિથિલિશ ભાટી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી છે. મિથિલેશ ભાટી પણ પોતાના ડાયલોગના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તેના પર ગીત પણ બની રહ્યા છે.
મીડિયા સાથે વાત કરતા વકીલ એપી સિંહે કહ્યું કે, બોડી શેમિંગ એક ગુન્હો છે. ભારત જેવા વિવિધતાવાળા દેશમાં ત્વચા અને રંગ તથા શારીરિક બનાવટના આધાર પર કોઈના વિશે કંઈ બોલવું જોઈએ નહીં. અમે મિથિલેશ ભાટી વિરુદ્ધ માનહાનિનો કેસ કરીશું. બીજી તરફ મામલો વધતા જોઈ મિથિલેશ ભાટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેનું કહેવું છે કે, મારો ઈરાદો કોઈને અપમાનિત કરવાનો નથી. મને ગુસ્સો આવ્યો અને મેં કહી દીધું. હું મારા બાળકોને પણ લપ્પૂ કહી દઉં છું. અમારે ત્યાં બોલચાલમાં આ પ્રકારની ભાષાનો ઉપયોગ થાય છે. પરિવારના લોકો મને પણ લપ્પી બોલાવે છે, પણ તેમના કહેવાથી કંઈ હું લપ્પી તો નહીં બની જાઉં ને!
આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ્યારે સીમા હૈદર અને સચિન ચર્ચામાં આવ્યા તો, તેની પાડોશી મિથિલેશ ભાટીનું રિએક્શન સામે આવ્યું હતું. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે સચિન શું છે સચિનમાં. લપ્પૂ જેવો સચિન છે. બોલતા તો આવડતું નથી. ઝીંગુર જેવો છોકરો. તેને પ્રેમ કરશે સીમા. પાંચમું પાસ પોતાની જાતને ગણાવી રહી છે. ફર્રાટેદાર અંગ્રેજી બોલી રહી છે. બધી બોર્ડર પાર કરીને આવી છે.