
નવી દિલ્હી: દેશભરમાં જૂનના મધ્યથી જુલાઈમાં ભરપુર ચોમાસા બાદ મોટાભાગના વિસ્તારોમાં જે રીતે ચોમાસાને બ્રેક લાગી છે તેમાં ઓગષ્ટના 15 દિવસોમાં ચોમાસાની 5% જે સરપ્લસની સ્થિતિ હતી તે હવે 5% ખાધમાં પલટાઈ ગઈ છે. જો કે મોટાભાગના હવામાનશાસ્ત્રીઓ હવે ઓગષ્ટના અંતિમ 10-12 દિવસમાં ચોમાસુ સક્રીય બની જશે અને ફરી એક વખત દેશભરમાં વર્ષા થશે તેવી આગાહી કરે છે પણ હાલ ચોમાસાને જે બ્રેક લાગી ગઈ છે તેને માટે ‘અલનીનો’ ને જવાબદાર ગણાવવામાં આવે છે.
ભારતમાં આ ચોમાસામાં ‘અલનીનો’ની ખાધ અંગે પ્રારંભથી જ રીપોર્ટ આવતા હતા અને એક તબકકે અલનીનો મોટો મિલન બનશે તે પણ ભય હતો ચોમાસાનો પ્રારંભ પણ મોડો થયો પરંતુ જુલાઈના અંત સુધીમાં દેશમાં લોંગ પીરીયડ એવરેજ (એલએપી)માં ચોમાસું સ્થિતિ 5% સરપ્લસ હોવાનું જાહેર થયું અને હવે ઓગષ્ટના 15 દિવસમાં જે રીતે ચોમાસુ સ્થગીત રહ્યું છે તેમાં ચોમાસુ ખાધ 4% થઈ છે અને ઓગષ્ટના 15 દિવસમાં દેશભરમાં સરેરાશ કરતા 35% ઓછો વરસાદ નોંધાયો છે.
એ તો નસીબદાર કે જુલાઈમાં સારા વરસાદની ખાધ મોટી થઈ નથી. જુલાઈમાં સરેરાશથી 13% વધુ વરસાદ નોંધાયો છે તે મોટી રાહત સર્જી ગયો છે. દેશમાં તા.1 જુનથી 15 ઓગષ્ટ સુધીમાં સામાન્ય રીતે 579.1 મીમી વરસાદની સરેરાશ છે જે આ વર્ષ 552.9 મીમી નોંધાઈ છે. આમ 5% ખાધની સ્થિતિ દર્શાવે છે. ચોમાસાની આ નબળી સ્થિતિ મોટાભાગે પુર્વોતરના રાજયો અને હવે દક્ષિણના રાજયોમાં દેખાવા લાગી છે પણ હવે હવામાન વિભાગ કરે છે કે તા.18થી સ્થિતિ સુધારવા લાગશે અને જો કે તે જુલાઈ માસ જેવો વ્યાપક કે ભરપુર હોવા અંગે હજું પ્રશ્ર્ન છે પણ પશ્ર્ચીમી ક્ષેત્રોમાં નોંધપાત્ર વરસાદ પડી શકે છે અને પુર્વ તથા મધ્ય ભારતમાં પણ તેવાજ વરસાદની શકયતા છે.
દેશમાં ચોમાસાને બ્રેક માટે અલનીનોનાં ઉદભવને જવાબદાર ગણવામાં આવે છે અને અમેરિકી હવામાન વિભાગના જણાવ્યા મુજબ ‘કપલ્ડ-સિસ્ટમ’ બની છે અને આ પરીસ્થિતિ ભારત સહિતના દેશોના ચોમાસા સહિતના હવામાન પર અસર કરી શકે છે.
હવામાનખાતાના રિપોર્ટ મુજબ દેશના 717 માંથી 36% એટલે કે 263 જીલ્લાઓમાં ચોમાસુ ખાધ 20% થઈ છે. બિહારમાં 38માંથી 31 જીલ્લાઓમાં ચોમાસુ ખાધની સ્થિતિ છે. કેરળમાં તમામ 14 જીલ્લામાં ખાધની સ્થિતિ છે. ઝારખંડના 24માંથી 21 જીલ્લાઓમાં તથા ઉતરપ્રદેશના 75માંથી 46 જીલ્લા જેમાં મોટાભાગના પુર્વીય મુળના છે. હવે ચોમાસુ ખાધ છે.
હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું સામાન્ય બની રહેવાની આગાહી કરી હતી પણ હવે સામાન્યથી ઓછું 90થી94% વરસાદની શકયતા છે અને ઓગષ્ટના અંત પર હવે નજર છે. જો કે એ અનેક વખત બન્યું છે કે ચોમાસામાં સૌરાષ્ટ્રના પ્રથમ પખવાડીયામાં ‘બ્રેક’ લીધો હોય છે.
સપ્ટેમ્બર માસમાં ચોમાસુ સારુ રહેશે તેવા હાલના પેરામીટર્સ છે.