મુંબઇ, મહારાષ્ટ્રની સમાજવાદી પાર્ટીના એક નેતાએ કહ્યું કે, વંદે માતરમનું તેમના મનમાં ખૂબ ઇજ્જત છે. પાર્ટીના ધારાસભ્ય અબુ આજમીએ કહ્યું કે, ’જ્યારે પણ સદનમાં વંદે માતરમ થાય છે તો હું ઊભો થઈને સન્માન કરું છું, પરંતુ હું વાંચી નહીં શકું કેમ કે મારા ધર્મમાં કહેવામાં આવ્યું છે કે, અલ્લાહ જેણે જમીન બનાવી, આકાશ બનાવ્યું, સૂરજ બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, આખી દુનિયા બનાવી, અમે તેમના સિવાય કોઇની આગળ માથું નહીં ઝુકાવી શકીએ.
અબુ આજમીએ મહારાષ્ટ્ર વિધાનસભામાં સંભાજીનગર જિલ્લામાં દંગાના મુદ્દા પર પોતાની વાત રાખતા કહ્યું કે, સરકાર અસલી મુદ્દાથી લોકોનું ધ્યાન હટાવવા માટે વંદે માતરમનો મુદ્દો ઉછાળી રહી છે. આ દેશ જેટલો તમારો છે, એટલો અમારો પણ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અમે એ છીએ જેના પૂર્વજોએ આ દેશ માટે પોતાનો જીવ આપ્યો, અમે એ છીએ. જેમણે પાકિસ્તાનને નહીં ભારતને પોતાનો દેશ માન્યો. અમને ઇસ્લામ શીખવે છે કે માથું એની આગળ જ ઝુકાવો, જેણે આ આખી દુનિયા બનાવી છે.
મારા ધર્મ મુજબ, જો હું વંદે માતરમ નહીં બોલી શકું તો તેનાથી મારા દિલમાં મારા દેશ માટે ઇજ્જત અને મારી વતનપરસ્તીમાં કોઈ કમી હોતી નથી અને તેનાથી કોઈને આપત્તિ પણ ન હોવી જોઈએ. જેટલા તમે આ દેશના છો, એટલા અમે પણ. તેમના આ નિવેદન પર પલટવાર કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કરી. તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના અબુ આજમી કહે છે કે હું વંદે માતરમ નહીં કહું. હું પોતાનું માથું નહીં ઝુકાવું, કેમ કે મારો ધર્મ તેની મંજૂરી આપતો નથી. શું તે ઇન્ડિયાનો વિચાર છે? અથવા એ ભારત વિરોધી છે? સમાજવાદી પાર્ટી આ કથિત ઇન્ડિયાનો હિસ્સો છે.
તેમણે આગળ કહ્યું કે, નામમાં ઇન્ડિયા છે, પરંતુ એજન્ડામાં નહીં! આ અગાઉ સમાજવાદી પાર્ટીએ આતંકવાદીઓને મુક્ત કરાવ્યા અને યાકુબ, અફઝલને સંરક્ષણ આપ્યું. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નોર્વેકરે ધારાસભ્યોને શાંત રહેવાની આપીલ કરી અને કહ્યું કે, આજમીની ટિપ્પણીઓ વિષય માટે અપ્રાસંગિક છે. તેમણે ચર્ચા માટે સૂચિબદ્ધ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. નોર્વેકરની અપીલ બાદ પણ હોબાળો ચાલુ રહ્યો અને ત્યારબાદ તેમણે સદનની કાર્યવાહી ૧૦ મિનિટ માટે સ્થગિત કરી દીધી.