મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજ વંદન સમારોહ યોજાશે

ગાંધીનગર, ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજ વંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે.

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર,બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ, ભરૂચ અને નવસારી ખાતેસંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગે જણાવ્યું છે.