બાલાસીનોર,
બાલાસીનોર પોલીસ દ્વારા તબીબ અને મેડીકલ સ્ટોરના માલિક સાથે અભદ્ર વર્તન કરવાના મામલે બાલાસીનોર મેડીકલ એસોશીએસન અને ફાર્માસીસ્ટ અને એસોશીએસન દ્વારા પોલીસની દબંગાઈના વિરોધમાં અચોકકસ મુદ્દતની હડતાળ કરતાં કોરોનાકાળમાં દર્દીઓ તેમજ સગાઓ પરેશાન થઈ રહ્યા છે.
બાલાસીનોર પોલીસ દ્વારા જ્યારે કોરોના મહામારીમાં લોકડાઉન કે આંશીક લોકડાઉનમાં મેડીકલ સ્ટોર્સ અને તબીબને છુટછાટ આપવામાં આવી છે. તેમ છતાં બાલાસીનોર પોલીસ દ્વારા બાલાસીનોરના ર્ડાકટર અને મેડકીલ સ્ટોરના માલિક સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. તેમજ ર્ડા. ભાવેશ શાહ અને મેડીકલ સ્ટોર ધરાવતા દિલીપભાઈને પોલીસ દ્વારા લોકઅપમાં પુરી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તબીબ અને મેડીકલ સ્ટોરના માલિક સાથે કરવામાં આવેલ પોલીસના અભદ્ર વર્તનને લઈ નારાજગી જોવા મળી હતી. બાલાસીનોર મેડીકલ સ્ટોર્સ એસોશીએસન અને ર્ડાકટર એસોશીએસન દ્વારા ઠરાવ કરીને અચોકકસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. કોરોનાકાળમાં મેડીકલ સ્ટોર અને દવાખાના બંધ રહેતા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. બાલાસીનોર નગરના લોકોમાં પોલીસની દબંગાઈનો વિરોધ કર્યો છે.