
દાહોદ,દાહોદ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા શહેરના બસ સ્ટેશન રોડથી નિકળી દાહોદની ભગીની સમાજ સુધી પહોંચી હતી. આ તિરંગા યાત્રામાં દાહોદ શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તા સાથે સાથે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયાં હતાં. તિરંગા યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રામાં તમામે પોતાના હાથમાં તિરંગો લઈ તિરંગા યાત્રામાં જોવા મળ્યાં હતાં. આ તિરંગા યાત્રામાં દાહોદ શહેરના પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
