કાલોલ,
કાલોલ તાલુકાના વેજલપુર ગામના જાગ્રુત નાગરિકના જોબકાર્ડ ખાતામાં કાલોલ તાલુકા પંચાયતમાં આવેલ મનરેગા વિભાગ કચેરી દ્વારા કામો કર્યા વગર ખોટી ખોટી હાજરીની એન્ટ્રીઓ પાડી હતી. જેની જાગ્રુત જોબકાર્ડ ધારક ને થતા તાત્કાલીક જોબકાર્ડમાં પાડેલ એન્ટ્રીઓ (હાજરી) રદ કરાવી હતી અને તાત્કાલીક જોબકાર્ડ પણ રદ કરવા લેખિત અરજી આપી દીધી છે. જોબકાર્ડ ધારકમાં ફફડાટ ફેલાયો છે કે મે કોઇપણ જગ્યાએ કામ કર્યુ નથી અને મારા જોબકાર્ડમાં તળાવ ઊંડું કરવાનું કામ અને પેવર બ્લોકનું કામો બતાવતા જોબકાર્ડ ધારક ચોકી ગયો કે કોઇ દિવસ ઉચ્ચ કક્ષાએ થી તપાસ હાથ ધરવામાં આવે અને મારી પાસે થી રૂપિયા વસુલાત કરવામાં આવે તે પહેલાં જોબકાર્ડ ધારક દ્વારા કાલોલ તાલુકા પંચાયતને પોતાનું જોબકાર્ડ રદ કરવા લેખિત અરજી આપી લેખિતમાં જણાવવામાં આવ્યુ છે કે, મારો જોબકાર્ડ રદ કરવો અને મારા જોબકાર્ડનો મીસયુસ થશે કે કંઈપણ થશે તે આપ સાહેબ ની જવાબ દારી રહેશે.
આતો એક જાગ્રુત જોબકાર્ડ ધારક સાથે આ ઘટના બની છે ત્યારે કેટલાક જોબકાર્ડ ધારક અભણ છે તેમ ને ક્યાં થી ખબર પડવાની કે તેમનો જોબકાર્ડનો સાચો યુસ થાય છે કે મીસ યુસ થાય છે. તે તપાસ નો વિષય બનવા પામ્યો છે. વેજલપુર ગામમાં જેટલા કામો મનરેગા યોજના હેઠળ કરવામાં આવ્યા છે. તેની તપાસ પણ જરૂરી છે કારણ કે પ્રાઇવેટ માલિકી જગ્યા ઓ ઉપર કામ કરેલા ઓનલાઇન દર્શાવ્યા છે અને તળાવો ઊંડા થયા નથી અને રેકર્ડ ઉપર દર્શાવ્યા છે. તેથી ઉચ્ચકક્ષાની તપાસ જરૂરી છે. જેથી કાલોલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં મનરેગામાં કરેલ કામોની તપાસ થાય તો અનેક ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
જાગૃત નાગરિક દ્વારા નામ રદ કરવા અરજી કરાઈ..
પંચાયત દ્વારા જોબકાર્ડમાં ખોટું નામ નાખ્યું હોવાનું જાણ થતાં વેજલપુર ગ્રામ પંચાયતમાં માત્ર કાગળ ઉપર જ કામ થયું હોવાનું આજે સાબિત થયું છે. પંચમહાલ સમાચારમાં રજુ થયેલ અહેવાલ બાદ ગ્રામ પંચાયત દ્વારા માત્ર કાગળ ઉપર કરેલ કામોમાં આજે એક જોબકાર્ડધારક દ્વારા ખોટી રીતે તેમનું નામ તળાવ ઉંડા કરવાના કામમાં હોવાનું જાણ થતાં તેઓએ લેખિત અરજી તંત્રને આપી છે. અને આવા કેટલાય લોકોના જોબકાર્ડ પણ ખોટા બનાવી ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાનું બહાર આવતું દેખાઈ રહ્યું છે.
માત્ર કાગળ ઉપર કામો : પંચાયતના બાબુઓનો વિકાસ…
વેજલપુર ગ્રામ પંચાયતમાં એવા કામોના રૂપીયા પાસ કરી દેવામાં આવ્યા છે. જે માત્ર કાગળ ઉપર જ છે અને વાસ્તવિકતામાં જોવા જોઈએ તો તે કામો દેખાતા નથી. ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને તલાટી દ્વારા મીલીભગત કરી આવા ભ્રષ્ટાચારના કામોને વેગવંતુ બનાવવામાં આવ્યું છે.