દાહોદ જીલ્લા શૈક્ષણિકસંઘ સંકલન સમિતિ દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ ધરણા પદર્શન કરી વિરોધ કર્યો

દાહોદ,દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે જિલ્લામાં ધરણા પ્રદર્શન, મૌન ધરણા જેવા વિવિધ કાર્યક્રમો યોજી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની માંગણી સત્વરે સ્વીકારવામાં આવે તેવી લાગણી અને માંગણી જિલ્લાના શૈક્ષણિક આલમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશથી દાહોદ જિલ્લા શૈક્ષણિક સંઘન સંકલન સમિતિની સુચના મુજબ તેઓના વિવિધ પડતર પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન આવતાં શૈક્ષણિક વિભાગના કર્મચારીઓ ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાનું નક્કી કર્યુ હતું જેમાં આજરોજ દરેક તાલુકા મથખે જાહેર સ્થળ પર ગુજરાતની તમામ ગ્રાન્ટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના સંચાલક, આચાર્ય, શિક્ષક વિગેરે શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા ધરણા, મૌન ધરણા કાર્યક્રમ યોજ્યાં હતાં. આજરોજ આ કર્મચારીઓ પોતાના કામકાજથી અળગા રહ્યાં હતાં ત્યાર છઠ્ઠા તબક્કાનો આગામી તારીખ 17મી ઓગષ્ટના રોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં શૈક્ષણિક વિભાગના કર્મચારીઓ કાળા વસ્ત્રો ધારણ કરી ફરજ બજાવનાર છે. આગામી 15મી ઓગષ્ટના દિવસે રાષ્ટ્રીય પર્વની ઉજવણી રાબેતા મુજબ કરવામાં આવશે જ્યારે અન્ય કામગીરીથી આ કર્મચારીનો આ કર્મચારીઓ દ્વારા બહિષ્કાર કરવામાં આવનાર છે. આજના ધરણા, મૌન ધરણા કાર્યક્રમમાં દાહોદ, દેવગઢ બારીઆ, લીમખેડા, ગરબાડા જેવા તાલુકાઓમાં કાર્યક્રમો યોજાયાં હતાં.