દાહોદની મોટીખરજ ગામે જુગારધામ ઉપર રેડ કરી 3 જુગારીયાને ઝડપ્યા

દાહોદ, દાહોદ તાલુકાના મોટીખરજ ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. 07 પૈકી 03 જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 24,090, 04 મોબાઈલ ફોન, મોટરસાઈકલ વિગેરે મળી કુલ રૂા.1,07,090નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તા.12મી જુલાઈના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોટીખરજ ગામે સંગાડીયા ફળિયામાં ખુલ્લી જગ્યામાં રમાતા પત્તા-પાના વડે હારજીતનો પૈસાથી જુગાર રમાતો હતો ત્યારે દાહોદ તાલુકા પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે 07 પૈકી 03 જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જેમાં શંકરભાઈ હુમજીભાઈ ભાભોર, સુરેશભાઈ નગરાભાઈ સંગાડીયા અને ગોપાલભાઈ મગનભાઈ સંગાડાને પોલીસે અટકાયત કરી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 27,090ની રોકડ તેમજ 04 મોબાઈલ ફોન કિંમત રૂા.20,000 અને 02 મોટરસાઈકલ કિંમત રૂા.60,000 વિગેરે મળી પોલીસે કુલ રૂા.1,07,090નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે રાકેશભાઈ જીથરાભાઈ સંગાડીયા, મુકેશભાઈ મંગળાભાઈ સંગાડીયા, પરેશભાઈ મલુભાઈ ડામોર અને રાકેશભાઈ ઉર્ફે ટીકી મલુભાઈ ડામોર નાસી જવામાં સફળ રહ્યાં હતાં. દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.