
દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા રાખવામાં આવેલ હતી. તલાટી, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, મનરેગા વિભાગના જીઆરએસ મેડમ, આંગણવાડીનાં બહેનો તેમજ ગામના આગેવાનો અને યુવાઓ આ ગ્રામ સભામાં હાજર રહ્યા હતા.
જેમાં ગ્રામ સભાની શરૂઆત સરપંચની ગેરહાજરીમાં સરપંચના પતિ ગેર-બંધારણીય ગ્રામ સભા ભરતા ગામના યુવાનોએ વિરોધ કરતા કહ્યું કે, સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા ભરવી એ ગેર બંધારણીય છે. તો સરપંચના પતિ ઉશ્કેરતા કહેવા લાગ્યા કે, સરપંચ હુ પોતે છું જે કામ કરૂ એ બધું હુ જ કરૂ છું. તેમ કહેતા યુવાઓને કીધું કે, તમારાથી થાય એ કરી લેજો મારો હાથ બઉ લાંબો છે. તમે ગ્રામ પંચાયતની ગ્રામ સભાની બહાર નિકળો આવું કહીને સરપંચનાં પતિ ધાક ધમકીથી જાગૃત યુવાનોનો અવાજ દબાવવાની કોશિશ કરી હતી. દર વર્ષે દર ગ્રામ સભામાં સરપંચની ગેર હાજરીમાં સરપંચના પતિ ગેર બંધારણીય ગ્રામ સભા ભરતાં આવ્યા છે.