અમદાવાદ: શહેરમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. સતત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે અને બેફામ ડ્રાઇવિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં આવા વાહનચાલકોને જાણે કાયદા અને પોલીસનો કોઇ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં યુવકનું મોત નિપજ્યું છે. ગઇકાલે મોડીરાત્રે એલિસબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું મોત થયું છે.
અમદાવાદમાં વધુ એક બ્રિજ પર અકસ્માત થયો છે. મોડીરાત્રે એલિસબ્રિજ પર અકસ્માત થયો હતો. કાર અને બાઈક ચાલક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. જમાલપુરમાં રહેતા યુવકનું અકસ્માતમાં મોત થયું છે. જમાલપુર વિસ્તારમાં આવેલી ટોકરસાની પોળમાં રહેતા સાહીલ અજમેરીનું મોત થયું છે. જ્યારે અકસ્માત બાદ ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, અમદાવાદના ઇસ્ક્રોન બ્રિજ પર જેગુઆર કારે 9 લોકોને કચડી નાંખ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નશાની હાલતમાં તથા પૂરપાટ વાહન હંકારતાં ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે, છતાં હજુ પણ અકસ્માતની આવી ઘટનાઓ બની રહી છે. આવા વાહનચાલકોને જાણે કાયદા અને પોલીસનો કોઇ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે.