બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામે “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

બાલાસીનોર, આપણી માતૃભૂમિ ની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીરૂપે “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ભાગરૂપે મેરી માટી મેરા દેશ તેમજ દેશ માટે સેવા કરતા વીરો માટે અને દેશ માટે જેને બલિદાન આપ્યું છે. તેવા વીરજવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા માટે પીલોદરા ગામે અમૃત સરોવર હાઈસ્કૂલની બાજુમાં કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં દેશ માટે સેવા આપનાર વાળંદ કાળીદાસ બાબરભાઈ તથા તેમની ધર્મ પત્નીને નિવૃત જવાનોનું ફૂલછડી, સાલ આપીને સન્માન કરવામાં આવેલ હતું અને રાષ્ટ્રઘ્વજને સલામી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં સરપંચ રંજનબેન ધર્મેશભાઈ પટેલીયા, તલાટી વિક્રમભાઈ એ ચૌહાણ, તાલુકા માંથી આવેલા વિપુલભાઈ પ્રજાપતિ અને પોલીસ સ્ટેશનમાં થી પધારેલ જયદીપસિંહ તથા આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, ગામના શિક્ષકો, બાળકો તેમજ ગ્રામજનોએ હાજરી આપી ને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો.