સંંતરામપુર, સંતરામપુર નગરમાં સરકાર દ્વારા 17 કરોડ રૂપીયા ખર્ચે ભુર્ગભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી હતી. યોજનાને 10 વર્ષ થયા હોવા છતાં લોકોને યોજનાના પુરો લાભ મળ્યો નથી અને ઉભરાતી ગટરોથી લોકો પરેશાન થઈ રહ્યો છે.
સંતરામપુર પાલિકા વિસ્તારમાં સરકાર દ્વારા 17 કરોડની માતબર રકમથી ભુર્ગભ ગટર યોજના બનાવવામાં આવી હતી. આ યોજનાને 10 વર્ષ થયા હોવા છતાં ભુર્ગભ ગટર યોજનાનો સંર્5ૂણ લાભ લોકોને મળ્યો નથી. તેમાં પણ ગટર લાઈનની ચેમ્બરો ઉભરાતી હોવાથી રોડ ઉપર ગંંદુપાણી વહેતા લોકોને હાલાકી વેઠવી પડે છે. ભુર્ગભ ગટર લાઈનમાં ગોધરા ભાગોળ, પ્રતાપપુરા, શિકારી મહોલ્લામાં ગટર લાઈનમાં કનેકશન આપ્યા છતાં યોજના સફળ નહિ રહેતા ત્યારે ચેમ્બરોની સાફ સફાઈ થાય તેવી માંગ ઉઠી છે.