વેજલપુર કે.કે.હાઇસ્કુલમાં અભ્યાસ અર્થે આવતા ગ્રામ્ય વિસ્તારમાં બાળકો જીવના જોખમે ખાનગી વાહનમાં લટકાઈ અપડાઉન કરવા મજબુર

  • ખાનગી વાહનોમાં લટકાઈ અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓને અકસ્માતની ધટના માટે જવાબદાર કોણ ?

વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ કે.કે.હાઈસ્કુલના સંચાલકો અને શિક્ષકો દ્વારા નવા નીતિ નિયમો બનાવી શાળામાં અભ્યાસ કરતા બાળકોને નિયમો પાલક ન કરવા આવે છે. ત્યારે આ શાળામાં અભ્યાસ અર્થે આવતાં આસપાસના ગામોના બાળકો જીવના જોખમે પ્રાઈવેટ વાહનોમાં લટકાઈને અભ્યાસ કરવા મજબુર જોવા મળે છે.

વેજલપુર ગામે આવેલ કે.કે.હાઇસ્કુલમાં વેજલપુરની આસપાસના ગામોના મોટી સંંખ્યામાં બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ આવા બાળકો માટે બસ જેવી સુવિધા નથી. જેને લઈ પ્રાઈવેટ રેકડા, છકડાંમાંં જીવના જોખમે લટકાઈને અભ્યાસ માટે મજબુર છે. આમ, કે.કે.હાઈસ્કુલના સંચાલક મંડળ અને શિક્ષકો દ્વારા નીત નવા નિયમો બનાવી તેનું ચુસ્ત પણ પાલન કરવા ફરજ પાડવામાં આવે છે પરંતુ પોતાની સ્કુલમાં આસપાસના ગામો માંથી અભ્યાસ અર્થે આવતાં બાળકો જીવના જોખમે લટકીને અભ્યાસ માટે મજબુર છે. ત્યારે શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા બાળકોના શાળા સમયે એસ.ટી.બસની સુવિધા મળે તેવા પ્રયત્નો કરવામાં આવે તો બાળકોને અભ્યાસ માટે ખાનગી વાહનોમાં લટકાઈને જીવ જોખમમાં મૂકી અપડાઉન કરવા માંથી મુકિત મળી શકે છે. શાળા સંચાલક મંડળ દ્વારા સરકારી યોજના માંથી સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે ટ્રાન્સપોર્ટની સુવિધા ઉભી કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે.