કેન્દ્ર સરકારે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે 25 રાજ્યોની પંચાયતોને 8923.8 કરોડ રૂપિયા ફાળવ્યા છે. નાણામંત્રાલય તરફથી શનિવારે ગ્રામિણ સ્થાનિક નિગમોને આ રાહત આપવામાં આવી છે. જેમાં 25 રાજ્યોને 8923.8 રૂપિયાની રકમ ફાળવામાં આવી છે. આ રકમ પંચાયતી રાજ સંસ્થાઓને ત્રણ સ્તર, ગામ, તાલુકા અને જિલ્લા સ્તરની રહેશે. નાણામંત્રાલયે રવિવારે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી.
મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યુ હતું કે, શનિવારે જાહેર કરવામાં આવેલી રકમ વર્ષ 2021-22 માટે યુનાઈટેડ ગ્રાન્ટ્સનો પહેલો હપ્તો છે. આ રકમનો ઉપયોગ ગ્રામિણ સ્થાનિક લેવલે કોરોનાને રોકવા અને તેના માટે અલગ અલગ ઉપાયમાં કરી શકાશે. આવી રીતે આ સંક્રમણને રોકવા માટે પંચાયતના ત્રણ સ્તરોમાં સંસાધનને વધારવામાં આવશે. મંત્રાલયે અલગ અલગ રાજ્યોને આપેલી ગ્રાન્ટની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશના 1441.6 કરોડ રૂપિયા મળ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળને 652.2 કરોડ, બિહારને 741.8 કરોડ, ગુજરાતને 472.4 કરોડ, હરિયાણાને 187 કરોડ,, ઝારખંડને 249.8 કરોડ, કર્ણાટકને 475.4 કરોડ, મધ્ય પ્રદેસને 588.8 કરોડ, મહારાષ્ટ્રને 861.4 કરોડ, રાજસ્થાનને 570.8 કરોડ અને તમિલનાડૂને 533.2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.