બાલાસિનોર, બાલાસિનોર નગરના અમદાવાદની ઢાળથી લઈ વિરણીયા ચોકડી સુધીને જોડતો માર્ગ અંદાજિત રૂ.100 કરોડના ખર્ચે પ્રજાની સુખાકારી માટે બનાવ્યો હતો. બાલાસિનોર નગરના અમદાવાદી ઢાળથી લઈને દેવ ચોકડી થઈ વિરણીયા ચોકડી સુધીનો અંદાજિત 40 કિ.મી.માટે રૂ.100 કરોડના માતબર રકમે તૈયાર કર્યો હતો. જયારે આ માર્ગ બને 3 વર્ષ સમય વિતી ગયો છે આ માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે. આ માર્ગ પર બનાવેલા ગરનાળાની આસપાસ રોડ બેસીજ જતા વાહનચાલકો પરેશાન થઈ ચુકયા છે. બીજી તરફ આ માર્ગ પર 30થી વધુ પીકઅપ બસ સ્ટેન્ડ બનાવ્યા છે. જે બસ સ્ટેશન પૈકી અનેક બસ સ્ટેશન ધરાશાઈ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. આ માર્ગમાં કોન્ટ્રાકટરે અને તંત્રની સુધી મિલીભગત સામે આવી છે. જે પીકઅપ બસ સ્ટેશન ધરાશાઈ થયાના બે વર્ષ સુધી આજદિન સુધી સમારકામ કરી ઉભા કરવામાં આવ્યા નથી. સાથે તંત્ર સાથે અમુક અધિકારીઓ મેળાપીપણા કરી કોન્ટ્રાકટ લઈ ખોટા બીલો રજુ કરી સરકારના પૈસાની કટકી કરતા હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. ત્યારે આવા ઈસમોને ખુલ્લા પાડી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે.