નદીસર, ગોધરા તાલુકાના નદીસર પંચાયતના પેટા ફળિયા ટોળાના મુવાડા ગામે પોતાની ખેતીની જમીનમાં ગામના ખેડુત રાયસિંગ શંકરભાઈ સોલંકી કુવો અને કુવા પાસે મકાન બનાવીને પરિવાર સાથે ત્યાં જ રહીને ખેતી કરે છે. તેમને કુવામાંથી પોતાની માલિકીની જમીનમાં પાણી મુકીને વર્ષમાં બે સીઝન વિવિધ પાક લે છે. ત્યારે ગતરાત્રિએ જયારે તેમના પરિવારના સભ્યો મકાનમાં નિંદ્રાધિન હતા ત્યારે અચાનક અવાજ સાથે મકાનનો એક ભાગ તુટી ગયાનુ જણાયુ હતુ.જેથી તાત્કાલિક પરિવારજનો ધરની બહાર નીકળી ગયા અને તપાસ કરતા જોવા મળ્યુ હતુ કે,તેમના મકાનની પાછળ આવેલો પાકો કુવો અને તેની રક્ષણ કરતી દિવાલનો ભાગ તુટી કુવામાં બેસી ગયો હતો. જેના કારણે કુવાને અડકીને આવેલો મકાનનો એક ભાગ પણ કુવામાં બેસી ગયો હતો. જેથી તાત્કાલિક આસપાસના લોકોને બોલાવી ધરમાં રહેલો સરસામાન અન્યત્ર જગ્યાએ ખસેડ્યો હતો.