
મુંબઈ: કિયારા અડવાણીને યંગ જનરેશનમાં આઈકોન તરીકે જોવામાં આવે છે. કિયારાના દરેક ફોટોગ્રાફસ અને પોસ્ટને લાખો લાઈકસ મળે છે. કિયારાએ ફિલ્મના શૂટીંગમાંથી બ્રેક લીધો હતો અને અટારી-વાઘા બોર્ડર પર પહોંચી છે. આર્મીના જવાનો સાથે બૂટ કેમ્પમાં હાજરી આપવાની સાથે કિયારાએ તિરંગો પણ ફરકાવ્યો હતો. વાઘા બોર્ડર પર કિયારાએ લીધેલી મુલાકાતના ફોટોગ્રાફસ વાઈરલ થઈ રહ્યા છે.
કિયારાએ મશીનગનથી નિશાનેબાજી પણ કરી હતી. રિતિ રોશન અને જુનીયર એનટીઆર સાથે વોર-2માં કિયારા પણ લીડ રોલમાં છે. રિતિક અને જુનીયર એનટીઆર બંને એકશનમાં પાવરફૂલ છે. કિયારાએ હાથમાં મશીનગન પકડીને પોતાના એકશન અંદાજનો પણ પરિચય આપ્યો હતો. સ્વતંત્રતા દિવસ પૂર્વે કિયારાએ સરહદ પર તિરંગો ફરકાવ્યો હતો.
તિરંગો ફરકાવતી વખતે કિયારાએ સલવાર ડ્રેસ પહેર્યો હતો. મશીનગન હાથમાં પકડી ત્યારે કાર્ગો અને જેકેટ પહેર્યા હતા. આમ, કિયારાએ પોતાના ડ્રેસમાં પણ પ્રસંગ મુજબ ફેરફાર કર્યો હતો. બોર્ડર પર કાર્યક્રમ આટોપીને કિયારા એરપોર્ટ પહોંચી ત્યારે પણ ચાહકો તેની સાથે સેલ્ફી લેવા અધીરા બન્યા હતા.
આ સમયે કિયારાએ એક મહિલા ચાહક સાથે લીધેલી સેલ્ફી વધારે યાદગાર હતી. મહિલાએ સેલ્ફી લેવા માટે ફોન હાથમાં લીધો હતો, પરંતુ તેમને કેમેરાનો ઓપ્શન જડતો ન હતો. કિયારાએ કેમેરાનો ઓપ્શન બતાવીને મહિલાની મદદ કરી હતી.