- વર્ષ ૨૦૨૧-૨૨ ની ગ્રાન્ટ માંથી કેન્દ્રમાં પાંચ પાંચ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો
- સંજેલી કેન્દ્ર અને માંડલી કેન્દ્રમા નવીન ગાદલાઓ અને પલંગ માટે પાંચ પાંચ રૂપિયાની ખકઅ કવોટમાંથી ગ્રાન્ટ ફાળવમાં આવી,
ફતેપુરા,
કોરોનાનો પ્રકોપ રોકેટગતિએ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ત્યારે કોરોનાને નાથવા માટે સરકાર તેમજ વહીવટી તંત્ર અથાગ પ્રત્યન કરીને કોરોના સંક્રમણને ખાળવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણનો વ્યાપ ઘટી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
જેમાં સામાજિક આગેવાનો, સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકણાયેલ પ્રજાજનો દ્વારા પૂરતી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફતેપુરા વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ સંજેલી તાલુકામાં ૧૨૯-ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા સંજેલી તાલુકાની પ્રજાને વ્હારે આવ્યા છે. પ્રજાના સુખાકારી, હિત, કલ્યાણ માટે સંજેલી ઈઇંઈ કેન્દ્રમાં પાંચ રૂપિયાની ગ્રાન્ટ તેમજ માંડલી આરોગ્ય કેન્દ્રમાં પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા માટે જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો છે સંજેલી અને માંડલી આરોગ્ય કેન્દ્રમાં નવીન પલંગ અને ગાંદલાઓ ખરીદવા માટે ૫ લાખ રૂપિયાની વર્ષ ૨૦૨૧-૨૨ ધારાસભ્યના ક્વોટા માંથી ફાળવવા માટે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જિલ્લા આયોજન અધિકારીને ભલામણ પત્ર લખી ગ્રાન્ટ મંજુર કરવા રજુઆત કરી, ગ્રાન્ટ બાબતનો ભલામણ પત્ર લખતા સંજેલી તાલુકામાં ભાજપ દ્વારા ધારાસભ્યની પ્રજાના પ્રત્યેની કામગીરીની બિરદાવ્યું હતું. જેમાં તાલુકા પાર્ટી પ્રમુખ હોદ્દેદારો, સંજેલી સુરેન્દ્રસિંહ સોલંકી (જગ્ગુ બાપુ) સોસીયલ મીડિયા ઇન્ચાર્જ મિત ભાવસાર સહિત કાર્યકર્તાઓએ કામગીરીને બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર : ફરહાન પટેલ સંજેલી