ગોધરા,
ગોધરા ખાતે આવેલ નર્સિંગ હોમ કોવીડ સેંટર ખાતે જાણીતા ઉધોગ પતિ ફિરદૌસ હાજી કોઠી એ ૫૦ ટેબલ પંખા અર્પણ કરતા કોરોના દર્દીઓ તેમજ કોરોના વોરીએસ નર્સિંગ સ્ટાફને કાર ઝર ગરમી માં રાહત મળશે.
હાલની કોવીડ મહામારીમાકોવીડ સેંટરો ઉપર અનેક અગ્રણીઓ, સમાજસેવીઓ, નેતાઓ અધિકારીઓ મુલાકાત લેતા હોય છે
સાંત્વના આપી ફોટો ફૂંકશન કરી સંતોષ અનુભવતા હોય છે રૂપિયાની જરૂરિયાત શુ છે, તે તરફ દૃષ્ટિ જતી નથી, જયારે ગોધરાના ઉધોગપતિ ફિરદૌસ કોઠીનું દાન અનોખું હોય છે તેવો પાયા ની જરૂરિયાત અને હાલ ની તાતી જરૂરિયાત પર પૂરૂ ધ્યાન આપી જરૂરત પ્રમાણે દાન કરી અનોખા દાણવીર તરીકે પ્રખ્યાત છે, પ્રાપ્ત વિગતો અનુસાર નર્સિંગ કોવીડ સેંટર ઉપર તાજેતરમાં મુલાકાત લીધી અને પ્રત્યક્ષ અનુભવ કાર ઝર ગરમીનો થતા તાત્કાલિક યુદ્ધના ધોરોને સેંટરમાં દરેક ખૂણે ટેબલ પંખા મુકવાનું મનમાં નક્કી કરી કારીગર બોલાવી પંખા ખરીદ કરેલ છે.ઘણા એવા દાતા ઓ છે જે વસ્તુ કે દાન ની પહેલા જાહેરાત ફોટો ફકશન અર્પણ સમયે પણ કરે, અને નાની વસ્તુના દાન માં પણ જાહેરાતો વધારે કરે જે ગુજરાતી કેહવત પ્રમાણે ખાલી ચણા ગાજે ઘણો જેવું વર્તન થાય પરંતુ ગોધરાના આ દાનવીરની અનોખી દાન ખરે ખર બિરદાવવા સમાન છે, એવું લોક ચર્ચામાં છે.