- કોવિડ કેર સેન્ટરમાં ર્ડાકટરો અને નર્સ સ્ટાફ દ્વારા દાખલ દર્દીઓનું સમયાંતરે ચેકીંગ તથા સઘન મોનીટરીંગ કરવામાં આવશે
- કોવિડ કેર સેન્ટરમાં સારવાર સહિત ભોજન અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ
લુણાવાડા,
કોરોના સંક્રમણની બીજી લહેરમાં મહીસાગર જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો હોમ આઇસોલેશનના બદલે કોવિડ કેર સેન્ટરમાં રહી સારવાર મેળવે અને પોતાના પરિવારને આ ચેપથી બચાવે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડે લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા અપીલ કરી હતી. મહીસાગર જિલ્લા વહીવવટી તંત્ર દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગ થી જિલ્લામાં જુદી જુદી જગ્યાએ કોવિડ કેર સેન્ટરો શ કરવામાં આવેલા છે તેમજ નવા બીજા કોવિડ કેર સેન્ટરો શરૂ થઇ રહયાં છે. તે સંદર્ભે પાટીદાર સેવા સમાજ મહીસાગર સંચાલીત બાવન પાટીદાર સમાજ ઘર લુણાવાડા ખાતે ૩૦ બેડનું નિ:શુલ્ક કોવિડ કેર સેન્ટરનું આજ રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ ૩૦ બેડ નિ:શુલ્ક કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સવાર-સાંજ ભોજન, ચા-નાસ્તો,ફ્રુટ,જયુસ આપવામાં આવશે,૨૪ કલાક ર્ડોકટર અને નર્સિગ સ્ટાફની સેવા ઉપલબ્ધ રહેશે,આયુર્વેદિક ઉકાળો આપવામાં આવશે, ઓકિસજનની જરૂરીયાત પડે તેવા સંજોગોમાં અન્ય હોસ્પિટલમાં લઇ જવા ઓકિસજન ઉપલબ્ધ, જરૂરી દવાઓ તથા માસ્ક,દરેક બેડ ઉપર નાસ લેવાનું મશીન તેમજ પ્રોજેકટર દ્રારા યોગ પ્રાણાયમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે સાથે સાથે પુસ્તકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓએ દાખલ થવા માટે દર્દી અને દર્દીને મુકવા આવનારનું આધાર કાર્ડ, દર્દીનો કોરોના પ્રોઝીટીવ રીપોર્ટ, જો ર્ડોકટરની દવા ચાલુ હોય તો દવા,ફાઇલ અને કાગળો સાથે જરૂરી કપડા,ટુવાલ,નેપકીન વગેરે સાથે લાવવાનું રહેશે. તેમજ આ કોવિડ કેર સેન્ટરમાં ર્ડાકટરો અને નર્સ સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવે છે અને દાખલ દર્દીઓનું સમયાંતરે ચેકીંગ તથા સઘન મોનીટરીંગ પણ કરવામાં આવે છે. કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓ પર સતત નજર રાખવામાં આવે છે. જેથી કોવિડ કેર સેન્ટરના લીધે ખાસ કરીને ગ્રામ્ય અને નગર વિસ્તારોમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકવામાં આ કોવિડ કેર સેન્ટર ઘણુંજ મદદરૂપ બનશે.આ નિ:શુલ્ક કોવિડ કેર સેન્ટરમાં સરકારની કોવિડ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
આ ૩૦ બેડ નિ:શુલ્ક કોવિડ કેર સેન્ટરમાં ર્ડા.આર.બી.પટેલ, ર્ડા.કિર્તી આર પટેલ, ર્ડા.નિશાંત એચ. પટેલ, ર્ડા.મલય જે પટેલ, ર્ડા.કૃણાલ પટેલ, ર્ડા.નિખિલ એ પટેલ,ર્ડા. અક્ષય આર પટેલ અને ર્ડા.પીનાકીન એસ. પટેલ પોતાની સેવાઓ આપશે.