- શહેરી વિસ્તારમાં ૧૧૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૮ પોઝીટીવ દર્દી
- જીલ્લામાં હાલોલ નગર-૯૪ અને ધોધંબા ગ્રામ્યમાં ૬૮ દર્દીઓ સંક્રમિત
- જીલ્લામાં આજરોજ ૮૯ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા ગોધરા,
- શહેરી વિસ્તાર
- ગોધરા-૧૮
- હાલોલ-૬૪
- કાલોલ-૦૬
- ગ્રામ્ય વિસ્તાર
- ગોધરા-૦૮
- હાલોલ-૪૦
- કાલોલ-૧૫
- શહેરા-૦૯
- ઘોઘંબા-૬૮
- જાંબુધોડા-૧૬
- મોરવા(હ)-૦૨
- આજના કોરોના પોઝીટીવ કેસ-૨૭૬
- સાજા થતાં રજા અપાઈ -૮૯
- સક્રિય કેસ-૯૯૪
- મૃત્યુઆંક-૦૦
પંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ધાક સંક્રમણે અજગરી ભરડો લીધો છે. જીલ્લામાં આજરોજ ૨૭૬ કોરોના સંક્રમણના કેસ નવા નોંધાવા પામ્યા છે. પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના જે રીતે રોકેટ ગતિથી વધી રહ્યા છે. તેને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. તે સંક્રમણની ચેઈન ગ્રામ્ય વિસ્તારોમાં નહિ તૂટે તો આવનાર દિવસોમાં પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતી ખરાબ થઈ શકે છે. જીલ્લમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૫૮ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. શહેરી વિસ્તારમાં ૧૧૮ પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં આજથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાની દ્રષ્ટીએ હાલોલ અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાવા પામ્યા છે. જીલ્લામાં કોરોના સંક્રમણનું જોર વધતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. હાલોલ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન ચુસ્ત રીતે કરવામાં આવે તે જરૂરી છે.
પંચમહાલ જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરતાં ડેઈલી રીપોર્ટ મુજબ ગતરોજ હાલોલ નગર અને ગ્રામ્ય વિસ્તાર સિવાય અન્ય શહેર અને કસ્બાઓમાં કોરોના સંક્રમણના કેસ નોંધાવા પામ્યા ન હતા. જેને લઈ ગોધરા શહેર સહિત અન્ય સ્થળો એ કોરોના સંક્રમણ ધટી રહ્યંું હોવાનું લાગી રહ્યું હતું. પરંતુ કોરોનાની બીજી લહેરમાં પંચમહાલ જીલ્લાના ગોધરા, શહેરા, કાલોલ, મોરવા(હ), ઘોઘંબા, વેજલપુર જેવા વિસ્તારોમાં કોરોના સંક્રમણના ભય અને લોકોની જાગૃતિ વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્રની કાળજી થી વેપારીઓ સાથે મીટીંગ યોજીને આંશીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું સાથે રાજ્ય સરકારના આદેશ મુજબ દિવસ દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયના ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરિણામે કોરોના સંક્રમણના કેસમાં ધટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ પંચમહાલ જીલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા હાલોલ નગરમાં કોરોનાની બીજી લહેરને ગંભીરતા થી લેવામાં આવી ન હોય તેમ લાગી રહ્યું, છે. હાલોલમા શાકભાજી માર્કેટ, બસ સ્ટેશન વિસ્તાર, ખાનગી વાહનમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ તેમજ માસ્ક ઉપયોગનું પાલન નહિ કરવાનો લઈ હાલોલ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણનો રાફડો ફાટીયો છે. હાલોલ નગરમાં ૯૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૦ મળી ૧૩૪ કોરોના સંક્રમણના માત્ર નોંધાવા પામ્યા છ.ે
પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની પ્રથમ લહેરમાં સંંક્રમણ થી બચી ગયા હતા. કારણ કે, શઆતના દિવસોમાં કોરોનાા મહામારીના ડરથી લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા હતા અને લોકડાઉન હોવાથી કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયું ન હતું. કોરોનાની બીજી લહેરની ધાતક અસર અને ઝડપી રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગોમાં કોરોના ગાઈડ લાઈનનું પાલન કર્યા વગર મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોય જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ભરડો લઈ રહ્યું છે. જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ ઘોઘંબામાં ૬૮ અને હાલોલમાં ૪૦ સંક્રમણના કેસ નોંધાવા પામ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૫૮ કોરોના સંક્રમણના કેસ આજરોજ નોંધાવા પામ્યા છે. ગ્રામિણ વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસ ઝડપ થી વધી રહ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર ચિંતા સાથે સર્તક બન્યું છે. લોકોને માસ્ક પહેરવા સોશ્યલ ડિસ્ટન્સ જાવવા માટે તેમજ કામ સિવાય લોકો ટોળામાં ભેગા ન થવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાતા કોરોના સંક્રમણને લઈ આરોગ્ય વિભાગ ઉભી થનાર આરોગ્ય સુવિધાઓને પહોંંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી છે. પંચમહાલ જીલ્લામાં કોરોના યથાર્વત છે. લોકો સંક્રમણ થી બચે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી છે.
ઘોઘંબા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ અને સુવિધાઓ વધારવાની તાતી જરૂરીયાત….
ઘોઘંબામાં આજે કોરોના કેસો અર્ધી સદીની પાર નીકળી ગયા છે. અત્યાર સુધીમાં તાલુકામાં નોંધાયેલા તમામ રેકોર્ડને વટાવી દેતા આજે કુલ ૬૮ કેસ નોંધાતાં વહીવટીતંત્ર એ જલ્દી થી એક્સન પ્લાન બનાવી કેસને કંટ્રોલમાં લાવવાની જરૂર હોય એવું લાગી રહ્યું છે. આજે નોંધાયેલા કેસો ઉપર નજર કરતા એક વાત સ્પષ્ટ થાય છે કે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો ભયંકર રીતે વધી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે જો તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પરિસ્થિતી વણસી શકે છે. બીજી બાજુ જોઈએ તો ઘોઘંબા તાલુકામાં રેફરલ હોસ્પીટલ માં ઇમરજન્સી ની કોઈ સુવિધા પણ નથી, સ્ટાફ ની પણ અછત છે. જોકે રેફરલ હોસ્પીટલના મેડીકલ ઓફિસર ડો. પારસભાઈ પટેલ ૨૪ કલાક પોતાની ફરજ બજાવતા નજરે પડે છે પરંતુ સ્ટાફ અને સાધનોની અછત ના કારણે અનિવાર્ય સંજોગોમાં તાલુકા મથકે સર્જન તબીબ અને વેન્ટીલેટર તથા ઓક્સિજન બેડની વ્યવસ્થા ધરાવતી કોઈ પ્રાઈવેટ હોસ્પીટલ પણ નથી. ત્યારે દર્દીઓ ને કાં તો હાલોલ અથવા તો તાજપુરા કોવિડ હોસ્પિટલમાં રીફર કરવા પડે છે. જીલ્લાના અધિકારીઓ દ્વારા વહેલામાં વહેલી તકે ઘોઘંબા રેફરલ માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફની નિમણુંક કરવામાં આવે તેવી માંગ ગામનાં સ્થાનીક અને જાગૃત નાગરિકો કરી રહ્યા છે.