દેશમાં સાચા અર્થમાં લોકશાહી: “સબકા સાથ સબકા વિકાસ”…. પરંતુ ક્યારે….?

ભારત ખેતી પ્રધાન મહાન લોકશાહી દેશ છે. જ્યાં લોકસભામાં ૫૪૫ અને રાજ્યસભામાં ૨૪૫ સાસદો બિરાજે છે. જ્યારે દેશભરનાં રાજયોમાં કુલ ૪૫૮૨ ધારાસભ્યો છે અને તેઓની પાછળ પગાર- ભથ્થા, સુરક્ષા, યાત્રા-પ્રવાસ, તેમની તથા તેમના પરિવારની મેડિકલ સારવાર, વીજળી, ટેલિફોન, પોસ્ટ, વિદેશ પ્રવાસે જવા આવવાનો ખર્ચ વગેરે સહિતનો ખર્ચ દર વર્ષે ૨૦ અરબ જેવો ખર્ચ થાય છે. અને તે તમામ ખર્ચ પ્રજાના કર બોજમાંથી થાય છે. સાસદોની સુરક્ષા પાછળ દર વર્ષે રૂપિયા ૧૩૪ કરોડ ખર્ચ થાય છે. ત્યારે ઝેડ શ્રેણીની સુરક્ષા માટે અલગ ૧૬ હજાર જવાનો છે… જેનો વાર્ષિક ખર્ચ રૂપિયા ૭૭૩ કરોડ થવા જાય છે…. મતલબ એ છે તે સત્તા પર બિરાજમાન આપણે ચૂંટેલા નેતાઓની પાછળ દર વર્ષે લગભગ ૨૦ અરબ ખર્ચ થાય છે. જોકે આ ખર્ચાઓમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ- તેમનો સ્ટાફ પૂર્વ નેતાઓના પેન્શન તથા પક્ષના નેતાઓનો ખર્ચ ઉમેરીએ તો એક અંદાજ અનુસાર ૧૦૦ આરબ થઈ જાય……!! ત્યારે સવાલ એ ઊઠે છે તે ભારત જેવા ખેતીપ્રધાન ગરીબ લોકશાહી દેશમાં આવો ખર્ચ કઈ રીતે યોગ્ય ગણાય…..? જ્યારે કે લોકોએ ચૂટેલા આ આપણા નેતાઓની સરકાર દૈનિક રૂપિયા ૩૦ થી ૩૨ હોય તેને ગરીબ ગણવામાં આવતા નથી. જ્યારે આપણે ચૂટેલા લખપતિ, લાખોપતિ કે કરોડપતિ ગરીબ સાસદો માટે સંસદ ભવન ખાતે નાસ્તા વિવિધ જમવાનું તેમના ખિસ્સાને પરવડી શકે તે માટે સસ્તા દરે ખાણીપીણી આપવામાં આવે છે જ્યાં વિવિધ ખાવા-પીવાની ચીજવસ્તુ ના ભાવ જોઈએ તો આંખો પહોળી થઈ જશે…. ત્યાં ચા માત્ર ૧ રૂપિયામાં, સૂપ:૫-૫૦ પૈસા, દાળના રૂપિયા ૧-૫૦, ખાવાની ડીશ: ૨-૦૦ રૂપિયા, રોટલી ૧-૦૦ રૂપિયો, ચિકન: ૨૪- ૫૦ પૈસા, બિરીયાની ૮-૦૦ રૂપિયા, જોકે બધી ચીજો લખીએ તો લાંબુ લિસ્ટ થાય પરંતુ અન્ય ખાવાપીવાના નાસ્તા પણ નજીવી કિંમતે મળે છે. આ બધી ખાદ્યચીજો માસિક રૂપિયા ૮૦ હજાર પગાર મેળવતા આપણા ગરીબ સાંસદો માટે છે…. અને આપણા સાંસદો ધારાસભ્યો નેતાઓના પગાર-ભથ્થા સહિતના મળતા લાભોમાં કોઈ કર કપાત નથી… આપણા ચૂટેલાઓજ કહે છે કે દૈનિક રૂપિયા ૩૦ થી ૩૨ મેળવતા લોકો ગરીબ નથી…. ત્યારે કહેવું પડે કે વાહ રે… લોકો વડે ચૂટાયેલ-લોકોથી- લોકો માટેની લોકશાહી…..!?
લોકશાહી દેશ ભારતમાં લોકોએ ચૂટેલા આ નેતાઓના પગાર-ભથ્થા સહિતની સવલતો બાબતે રાજકીય હસ્તીઓ મૌન ધારણ કરી લે છે…. પરંતુ તટસ્થ રાજકીય વિશ્વવિસલેકો , શિક્ષિત વર્ગ અને જાગૃત નાગરિકો વચ્ચેની ચર્ચામાં કહે છે કે સંસદસભ્યો માટેની કેન્ટીન જેવી કેન્ટીનો દેશભરમાં નાના-મોટા ગામડાઓ અને શહેરોમાં સરકારે ઊભી કરી દેવી જોઈએ… જેથી સરકાર પરથી મોટો બોજ ઓછો થઈ જાય, લોકોને રેશન ન આપવું પડે, તો સરકારનું અન્ય આર્થિક ભારણ તદ્દન ઘટી જાય…..! રાજકારણ અને સેવાનું ક્ષેત્ર છે જેથી ચૂંટાયેલા તમામના પગાર-ભથ્થા તેમજ અન્ય લાભો બંધ કરી દેવા જોઈએ….. અને ત્યારેદેશમાં “સબકા સાથ સબકા વિકાસ”ની સાચા અર્થમાં લોકશાહી કહેવાય. તેમજ સાહેબ કે સર કહેવાની પ્રથા પર પાબંધી લાદી લેવી જોઈએ જેથી દેશભરમાં ભાઈચારાની ભાવના ઉન્નતિના શિખરે પહોંચી જશે…. અને વડાપ્રધાન શ્રી મોદીજીએ દેશના લોકોને આપેલો મહામંત્ર “આત્મનિર્ભર બનો” સાકાર થવામાં સમયનો બગાડ નહીં થાય….. પરંતુ સરકાર આ બાબતે નિર્ણય કરશે કે કેમ….?! જોકે દેશના રાજકારણમાં ગુજરાત રાજ્યએ દેશના રાજકારણીઓ અને સમજદાર જાગૃત લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે ભાજપા પ્રદેશ પ્રમુખ પદ પર નીવડેલા આર સી પાટીલની નિમણુંક કરવામાં આવી છે. અને પાટીલ ભાઉએ રાજ્યભરમાં પ્રવાસ કરવા સાથે મંત્રીઓને કાર્યકર તરીકે કમલમમાં બેસાડી દીધા છે…. તો પ્રથમ તબક્કે ૩૮ જેટલાને પક્ષમાંથી રવાના કરી દીધા છે જેથી ભાજપામાં ભારે હડકંપ મચી ગયો છે….! રાજ્યનું પાટનગર ગાંધીનગર સ્વર્ણિમ-એક કે બે છે કે પછી. કમલમ્ તેવો સવાલ આમ પ્રજામાં ઉઠવા પામ્યો છે…. તે સાથે મુખ્યમંત્રી રૂપાણીજીના આદેશોને કે સરકારના આદેશોને ઘોળીને પી જતા કે અસ્વીકાર કરતાં અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે…. પરંતુ પાટીલ ભાઉએ આમ પ્રજા મળી શકે તે માટે મંત્રીઓ તથા તેને સંબંધિતોને રાજ્યભરના જે તે તમામ મથકોએ સરકારી દરબાર યોજવા જોઈએ જેથી આમ પ્રજાનો સીધો સંપર્ક થઈ શકે અને લોકોમાં કામ કરતી સરકારની અનુભૂતિ થાય…..! અને ત્યારેજ પાટીલ ભાઉ સફળતા કદમ ચૂમશે…..!?