કોરોના થયા બાદ, આસારામની તબિયત વધુ લથડી, ICUમા દાખલ

રાજસ્થાનના જોધપુર સ્થિત સેન્ટ્રલ જેલમાં ( jodhpru central jail ) સજા કાપી રહેલા, આસારામને ( asaram bapu ) બુધવારે રાત્રે જેલમાંથી, જોધપૂરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આસારામના કોરોના ટેસ્ટ પોઝીટીવ ( coronavirus infection ) આવ્યાના ત્રણ દિવસ બાદ, તબીયત લથડી હતી. જેલમાં વહીવટી તંત્ર દ્વારા આસારામને, જોધપુરમાં જ આવેલી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં (jodhpur mahatma gandhi hospital ) લઈ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબોએ તેમના આરોગ્ય ચકાસ્યા બાદ, ICU વોર્ડમાં દાખલ કર્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત થવાને આસારામને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. આસારામનુ ઓક્સિજન સ્તર પણ ગગડ્યુ હતું. હાલ તો આસારામને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આસારામના આરોગ્યની સ્થિતિ વધુ બગડતી જોઈને હવે મહાત્મા ગાંધી હોસ્પિટલથી, જોધપૂર એઈમ્સમાં મોકલવાની તૈયારી કરાઈ રહી છે.

ગયા માર્ચ મહિને જોધપુરની સેન્ટ્રલ જેલમાંથી ઓછામાં ઓછા એક ડઝન જેટલા કેદીઓ કોરોના પોઝિટિવ મળ્યાં હતાં. તમામ કોરોના પોઝિટિવ કેદીઓ જેલના દવાખાનામાં આઈસોલેટ કરાયા હતા. દરમિયાન, હવે અન્ય કેદીઓમાં પણ કોરોના સંક્રમણના લક્ષણો જોવા મળ્યા છે. જોધપૂર સેન્ટ્રલ જેલમાં, કોરોના ઇન્ફેક્શન વધુ હોવાની સંભાવના વધુ છે.

બુધવારે રાજસ્થાનમાં કોરાના વાયરસના નવા 16,815 કેસ નોંધાયા છે, જ્યારે સંક્રમણને કારણે વધુ 155 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજસ્થાન રાજ્યમાં 1,96,683 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. રાજસ્થાન રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના મહામારીથી કુલ 5,021 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોનાનું સંક્રમણ ઓછુ કરવા માટે રાજસ્થાન સરકારે પણસ લોકોની સુરક્ષા માટે, અન્ય રાજ્યોની માફક, સાવચેતીના અનેક પગલાંઓ લીધા છે.

જોધપુર સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મ કેસમાં બંધ આસારામની તબિયત ગઈકાલ બુધવારની મોડી રાત્રે લથડી હતી. આસારામને કોરોના થયો હોવાથી, જોધપુરની જ સેન્ટ્રલ જેલમાં ત્રણ દિવસ સારવાર કરવામાં આવી હતી. જો કે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતા, અને તેમનુ ઓક્સિજન સ્તર નીચે જતુ રહેતા, જેલ સત્તાવાળાઓએ તાકિદે, આસારામને જોધપૂરની જ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યા ફરજ પરના તબીબોએ, આસારામનુ સ્વાસ્થય ગંભીર જણાતા, આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. જો કે, હેવ આસારામને જોધપૂરમાં જ આવેલી એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ કરવામાં આવી રહી છે.