હોલિવૂડ સ્ટાર ગલ ગેડોટે કહ્યું- આલિયા ભટ્ટ મારી બહેન જેવી, તેને જોઈને મારી સ્ટ્રગલ યાદ આવી જાય છે

આલિયા ભટ્ટ હોલિવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આલિયા ગલ ગેડોટ અને જેમી ડોરનેનની સાથે ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં જોવા મળશે. હાલમાં જ મેંગલ ગેડોટે જણાવ્યું કે આલિયા હોલિવુડ જોઈન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને તેને કોઈ પણ પ્રકારની ટ્રેનિંગની જરૂર નથી. ગલ ગેડોટે કહ્યું કે આલિયા તેમની બહેન જેવી છે અને તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે આલિયાનું પાત્ર પસંદ કરવામાં આવશે.

ગલ ગેડોટે એવું પણ કહ્યું કે આલિયા તેને પોતાની યાદ અપાવે છે અને તેને આલિયાને જોઈને પોતાના સ્ટ્રગલ દિવસો યાદ આવે છે. તેમણે એવું પણ કહ્યું કે તેના અને આલિયાની વચ્ચે ઘણું બધુ કોમન છે અને તેને આલિયાની સાથે બહેન જેવું કનેક્શન લાગે છે. 

ગલ ગેડોટે એવું પણ કહ્યું કે આલિયાની સાથે કનેક્ટેડ ફિલ એટલા માટે થાય છે કારણ કે તેની પર્સનાલિટી જ એવી છે. ગલ ગેડોટ ઈઝરાયલી એક્ટ્રેસ છે. તેને MCUની વંડર વુમન અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ સીરિઝથી વધુ ફેમ મળી છે.

ગલ ગેડોટે એવું પણ કહ્યું છે કે આલિયા જેવી છે તેવી જ રીતે પોતાને એક્સેપ્ટ કરે છે અને સીધી રીતે કંઈ પણ કહેવામાં ખચકાતી નથી. તેમણે કહ્યું- એક ઈઝરાયલી હોવાના કારણે આલિયાની આ ક્વોલિટી મને ખૂબ જ પસંદ આવી. આલિયાની પાસે લગભગ એક દશકથી વધારે એક્સપીરિયન્સ છે અને તેને હોલિવુડમાં એન્ટ્રી કરવામાં જરા પણ મુશ્કેલી નહીં આવે.

જો તેને ક્યારેય પણ કોઈ વસ્તુની જરૂર હોય તો મારો ફોન નંબર અને એડ્રેસ તેની પાસે જ છે. આલિયા મારી મિત્રથી વધારે મારી બહેન જેવી છે.