ધાનપુરના કાળાખુંટ ગામે પત્નિને પતિ શારીરિક માનસીક ત્રાસ આપતાં ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામે પતિ દ્વારા પોતાની પત્નિને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં પત્નિ દ્વારા આ સંબંધે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે.

કાળાખુંટ ગામે ચુલીયા ફળિયામાં રહેતા 29 વર્ષીય પરણિતા સંગીતાબેન ચિરાગભાઈ મિનામાને તેનો પતિ ચિરાગભાઈ સુરેશભાઈ મિનામા છેલ્લા કેટલાંય સમયથી અવાર નવાર ખોટો શક, વ્હેમ રાખી, શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો. આવા અમાનુષી ત્રાસથી વાજ આવી પરણિતા સંગીતાબેન દ્વારા પોતાના પતિ ચિરાગભાઈ વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.