પટેલ ફળિયા વર્ગ ચૈડિયા પ્રા.શાળામાં વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

લીમખેડા, લીમખેડા તાલુકાના અગારા(ઉ) પગાર કેન્દ્રમાં આવેલી પટેલ ફળિયા વર્ગ ચૈડિયા પ્રા.શાળામાં આજરોજ મંગળવારના રોજ શાળામાં વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આદિવાસી સંસ્કૃતિના મૂલ્યો બાળકો ગ્રહણ કરતા થાય એ ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા માંથી મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહ પૂર્વક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. શાળા પરિવારનાં શિક્ષકો અને અગારા ઉ. સી.આર.સી. કો. જશુભાઇ બામણીયા દ્વારા બાળકોને આદિવાસી સંસ્કૃતિની સમજ આપીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.