દાહોદ, આજરોજ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબીલીટી દ્વારા બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ, મંડાવ રોડ ખાતે 500 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આ સમયે કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફીભાઈ કાપડિયા, રિજીયન ચેરમેન લાયન અનિલભાઈ અગ્રવાલ, રિજીયન સેક્રેટરી લાયન કમલેશભાઈ લીમ્બાચીયા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીના પ્રમુખ લાયન તુલસીબેન શાહ, સેક્રેટરી લાયન સૈફીભાઈ પીટોલવાલા, લાયન અર્પિલ શાહ, લાયન રાધેસ્યામભાઈ શર્મા, લાયન્સ ક્લબ ઓફ એબીલીટીના ઉપપ્રમુખ સુરેશભાઈ ભૂરા, ટ્રસ્ટી બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ વિરાભાઈ પરમાર તથા ડિપ્લોમા સ્પેશિયલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ તથા કોઓર્ડીનેટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.