મુનપુર કોલેજમાં વિશ્ર્વ આદિવાસી દિવસ ઉજવાયો

લુણાવાડા, તા.08/08/2023 ને મંગળવારે અત્રેની કોલેજમાં આચાર્ય ડો. એમ. કે. મહેતા ના માર્ગદર્શન અને પ્રેરણાથી ‘વિશ્ર્વ આદિવાસી દિવસ’ ની (9 મી ઓગષ્ટ)ના પૂર્વ દિવસે આ વિસ્તારના પ્રખ્યાત લોકનૃત્ય “ટીમલી” અને “ગફુલી”રમીને ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય કે જેઓના જાહેર જીવનની સેવાઓની સુવાસ આ આદિવાસી વિસ્તારના છેવાડાના માણસ સુધી ફેલાયેલી છે. એવા આદરણીય ડો. એમ.કે.મહેતાએ સૌ વિદ્યાર્થીઓને આદિવાસી સંસ્કૃતિના રક્ષણ, સંવર્ધન અને જતન કરવા માટે આહવાન કર્યું હતું. સાથે સાથે મહેતાએ આદિવાસી લોકજીવનને હજી વધુ ઉજાગર કરવા માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી નોકરી અને વ્યાવસાયિક સાહસો કરવા માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી.

આ ઉજવણીમાં કોલેજ અને ભગિની સંસ્થા યુ.એચ.ભટ્ટ મેમોરીયલ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ મન મૂકીને ટીમલી અને ગફૂલીના તાલે ઝૂમી ઉઠયા હતા. આપ સૌ સમક્ષ અમારી ખુશી વહેંચતા આનંદ અનુભવીએ છીએ.