ગોધરા, પઢિયાર અંદરના મુવાડા વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી બ્રિજ બનાવવાનું ચાલે છે. અને આ કામ હાલ ખોરંભે પડ્યું છે. આ કામની શરૂઆત ઓક્ટોમ્બર 2022થી કરવામાં આવી હતી. આ કામ કરવા માટે સરકાર તરફથી 70 લાખના ફાળવવામાં આવ્યા છે ત્યારે આ કામને એક વર્ષ પુરા થવાના આરે છે, તેમ છતાં કોન્ટ્રાક્ટરની ગોકળગતિના કારણે ચોમાસુ પણ આવી ગયું. ત્યાં સુધી કામ પૂર્ણ કરેલના હોવાના કારણે આ રસ્તામાં અવર જવર કરતા વાહન ચાલકો કરીને ભણવા જતા અસંખ્ય વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને કીચડમાં ઠઈને પ્રસાર થવાનો વારો આવ્યો છે. અહીંયા રસ્તામાં કીચડ અને માત્ર કીચડ જ છે. જ્યારે આ બાબતે ગ્રામજનોએ કોંટેક્ટરને પૂછવામાં આવ્યું. ત્યારે ગોળ ગોળ જવાબો આપેલ છે. કામ પૂરૂં ન થવાથી શાળાએ જતા બાળકોને ઢીચણ સુધીના કાદવ-કીચડનો સામનો કરવો પડે છે અને વિદ્યાર્થીઓના યુનિફોર્મ, કપડા, દફતર, પગરખા વગેરે કાદવમાં રેબજેબ થઈ જાય છે અને આવી પરિસ્થિતિમાં બાળકો શાળામાં અનિયમિત રહે છે ભણવાનું પણ બગડે છે. બાઇક ચાલકો અને અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકોની માંગ છે કે આ કામને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે અને તાત્કાલિક કીચડ દૂર કરવા ડસ્ટ નાખે તેવી માંગ છે. જો આ કામ જલ્દી પૂર્ણ નહીં કરવામાં આવે તો તેઓ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા જશે. તેમજ બાળકોના હિતને ધ્યાનમાં લઇ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન આપવામાં આવશે.